
સ્ટડીમાં થયો વેક્સિનને લઈને દાવો, કોવેક્સિન કરતા કોવિશીલ્ડ લેનારાઓમાં વિકસિત થઇ વધુ એંટીબોડી
- વેક્સિનને લઈને થયો મોટો દાવો
- કોવિશીલ્ડ કરતા કોવેક્સિન વધુ અસરકારક
- એંટીબોડી પેદા કરવામાં કોવિશિલ્ડ વધારે ઉપયોગી
દિલ્હી : દેશમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. લોકોને કોવિશીલ્ડ અને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનને લઈને ભારતમાં થયેલા આ પ્રકારના પ્રથમ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોવિશીલ્ડ વધુ એંટીબોડી વિકસિત કરે છે. આ સંશોધનમાં ડોકટરો અને નર્સોને સામેલ કરવામાં આવ્યા છે, જેમણે કોવિશીલ્ડ અને કોવેક્સિનમાંથી કોઈ એક વેક્સિનનો બંને ડોઝ લીધો છે. વેક્સિનની ક્ષમતાને લઈને થયેલા આ સંસોધનમાં હજી સુધી પ્રકાશિત થયું નથી.
અપ્રકાશિત ડેટાએ અગાઉ સંકેત આપ્યો હતો કે, કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધા બાદ 70 ટકા અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. તે જ સમયે, તબક્કા III ના અજમાયશના પ્રારંભિક ડેટામાં કોવેક્સિનનો અસરકારકતા દર 81 ટકા હતો. સંશોધન મુજબ, 515 સ્વાસ્થ્ય કર્મીઓ માંથી 95 ટકાએ બંને રસીના બે ડોઝ પછી સિરો પોઝિટીવિટી બતાવી. 425 કોવિશીલ્ડ અને 90 કોવેક્સિન પ્રાપ્તકર્તાઓમાંથી, અનુક્રમે 98.1 ટકા અને 80 ટકાએ સિરો પોઝિટીવિટી દર્શાવી હતી.
સ્ટડીથી જાણવા મળે છે કે, કોવિશીલ્ડ અને કોવેક્સિન બંનેએ બે ડોઝ પછી સારી પ્રતિરક્ષા પ્રેરિત કરી, જ્યારે કો વેક્સિન આર્મની તુલનામાં કોવિશીલ્ડ આર્મમાં સિરો પોઝિટીવિટી રેટ અને માધ્ય-એન્ટી-સ્પાઇક એંટીબોડી વધુ હતા. કોવિશીલ્ડ માટે એંટીબોડી ટાઇટર 115 AU/ml અને કોવેક્સિન માટે 51 AU/ml હતું. એક પ્રકારનું રક્ત પરીક્ષણ, એંટીબોડી ટાઇટર લોહીમાં એંટીબોડીઝની હાજરી અને સ્તર નક્કી કરે છે.