1. Home
  2. ગુજરાતી
  3. સલમાન ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કીસી કા ભાઈ કીસી કી જાન’નું ટિઝર રિલીઝ
સલમાન ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કીસી કા ભાઈ કીસી કી જાન’નું ટિઝર રિલીઝ

સલમાન ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘કીસી કા ભાઈ કીસી કી જાન’નું ટિઝર રિલીઝ

0
  • સલમાન ખાનની ફિલ્મનું ટિઝરલ રિલીઝ
  • ફિલ્મ  ‘કીસી કા ભાઈ કીસી કી જાન’નું ટિઝર આઉટ

મુંબઈઃ- એક તરફ આજે શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ રિલીઝ થઈ છે તો બીજી તરફ બોલિવૂડના સપુર સ્ટાઈ અને ભાઈજાન તરીકે જાણીતા બનેલા અભિનેતા સલમાન ખાનની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ કીસી કા ભાઈ કીસી કી જાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. થોડા દિવસ અગાઉ સલમાને આ ફિલ્મનું પોસ્ટ શેર કર્યું હતું.

ફિલ્મના આ ટિઝરમાં સલમાન ખાન ખૂબ જ અલગ અંદાજમાં જોવા મળે છે. આ ફિલ્મમાં લાંબા વાળમાં સલમાન ખાનનો લુક અલગ જોવા મળી રહ્યો છે. લાલ અને સફેદ રંગના મોટિફ્સ વાળી બ્લેક લેધર જેકેટ પહેરેલા સલમાન ખાન હેન્ડસમ લાગી રહ્યા છે. આ ફોટોમાં તેમણે બ્લેક શેડ્સ પહેરેલા છે. ચાહકો આ ફિલ્મમાં સલમાન ખાનને ફરી એકવાર લાંબા વાળમાં જોવા માટે આતુર છે.

આ સાથે જ આ ટિઝરમાં શહનાઝ ગિલ પણ જોવા મળી છે જેને લઈને દર્શકો ઘણા ખુશ થયા છે. ઉપરાંત ફિલ્મમાં રાધવ જૂયાલ, પલક તિવારી અને જસ્સી ગિલ પણ જોવા મળે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.