બાંગ્લાદેશની કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ વાલી તરીકે માતાનો ઉપયોગ કરી શકાશે
નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં સંતાનો પાછળ વાલી તરીકે પિતાનું નામ લખવામાં આવે છે. લોકશાહીને વરેલા ભારતમાં અનેક સંતાનોની પાછળ માતાનું નામ લખાય છે. દરમિયાન ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની હાઈકોર્ટે ઐતિહાસિક આદેશ કર્યો છે. હાઈકોર્ટે વિદ્યાર્થીઓ વાલી તરીકે પિતાના બદલે માતાનું નામ લખી શકે તેવો આદેશ કર્યો છે.
કેસની હકીકત અનુસાર, હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે, કોઈ વ્યક્તિ પિતાના નામનો ઉલ્લેખ ન કરવા માગતો હોય અથવા તો કોઇ કારણોસર આમ કરવામાં અસમર્થ હોય તો શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સમાં માતાનું નામ કાનુની વાલી તરીકે સ્વીકારવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય જસ્ટીસ નઇમા હૈદર અને જસ્ટીસ ખૈરુલ અલામની હાઇકોર્ટ ડિવિઝન બેંચે આપ્યો હતો. જજના જણાવ્યા અનુસાર બંધારણ મુજબ દરેકને શિક્ષણ અને રોજગાર મેળવવાનો હકદાર છે. સ્ટૂડન્ટ પિતાના બદલે માતાનું નામ લખાવવા ઈચ્છે તો માતાને કાનુની વાલી તરીકે સ્વીકારવામાં આવશે.