Site icon Revoi.in

ત્રણેય સેનાના વડા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યાં, ઓપરેશન સિંદૂર અંગે માહિતી આપી

Social Share

નવી દિલ્હીઃ દેશના ટોચના લશ્કરી નેતૃત્વએ બુધવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવીને ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. જ્યાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ એ.પી. સિંહ અને નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમની મુલાકાત કરી અને તેમને ઓપરેશનની પ્રગતિ અને સિદ્ધિઓથી વાકેફ કર્યા હતા. બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકની અધ્યક્ષતા કરી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહે પણ તેમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ભવિષ્યની રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ પછી, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પણ યોજાઈ હતી.

રાષ્ટ્રપતિ ભવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ત્રણેય સેના પ્રમુખો અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચેની મુલાકાતની માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ ભવને લખ્યું છે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના ચીફ એર ચીફ માર્શલ એપી સિંહ અને નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ દરમિયાન, સેનાના વડાઓએ રાષ્ટ્રપતિ મુર્મુને ઓપરેશન સિંદૂર વિશે વિગતવાર માહિતી આપી. રાષ્ટ્રપતિ મુર્મુએ આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન, પાકિસ્તાન સામે ભારતના આતંકવાદ વિરોધી ઓપરેશનને સફળ અને સચોટ બનાવવામાં સશસ્ત્ર દળોની બહાદુરી અને સમર્પણની પ્રશંસા કરી.