
આજકાલ લિક્વિડ નાઈટ્રોજન વાળા ખાદ્ય પ્રદાર્થ ખાવાનો ટ્રેન્ડ- જાણો આરોગ્ય માટે કેટલું યોગ્ય
- લિક્વિડ નાઈટ્રોન વાળા ખાદ્ય પ્રદાર્થ નુકશાન કારક
- આ પ્રકારનો ખોરાક આરોગ્ય પર અસર કરી શકે છે
આજકાલ નાઈટ્રોન વાળા ખાદ્ય પ્રદાર્થનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, લોકો શોખ માટે અને મોઢામાંથી ઘીમાડા નીકાળવા માટે નાઈટ્રોજન વાળી બિસ્કિટ, નાઈટ્રોજન વાળું પાન અને નાઈટ્રોજનથી જમાવેલી આઈસક્રીમ ખાતા હોય છે, જો કે આ ખાવાની નવસ્તુઓમાં વાપરવામાં આવતચું લિક્વિડ નાઈટ્રોજન ખૂબજ નુકશાન કારક સાબિત થાય છે
ખાસ કરીને ભોજન જેટલું સારું દેખાય છે જમવાની ઈચ્છા વધે છે જેને લઈને લોકો આ પ્રકારનો ખોરાક લેતા થયા છે.ખાસ કરીને લિક્વિડ નાઈટ્રોજન નો ઉપયોગ આઈસ્ક્રીમથી લઈને અનેક પ્રકારના ખોરાકને સજાવવા માટે થાય છે, જેથી ડિશમાંથી સુંદર મજાનો ઘૂમાડો નીકળે અને ગ્રાહક ખૂબ આકર્ષાય જાય
સામાન્ય રીતે લિક્વિડ નાઇટ્રોજન રંગહીન અને ગંધહીન લિક્વિડ છે. તે ખૂબજ ઝડપી જામી જાય છે.આ એક પ્રકારનો સફેદ વાદળ જેવો ધુમાડો ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ આજકાલ ફૂડ સર્વિંગમાંથી રહ્યો છે.આ સાથે જ કેટલાક પીણાઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે પાણીને ઠંડુ કરવાથી લઈને પીણાને ઠંડા કરવામાં ઉપયોગ થતો આવે છે.
એક અભ્યાસ પ્રમાણે આ લિક્વિડ નાઈટ્રોજન ખૂબ હાનિકારક સાબિત થાય છે આ બબાતે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન માહિતી આપી હતી. કે લિક્વિડ નાઇટ્રોજન સાથે તૈયાર કરવામાં આવેલો ખોરાક સ્વાસ્થ્ય માટે સારો નથી.
આ સાથે જ જ્યાકરે આ લિક્વિડ શરીરમાં પ્રવેશે છે ત્યારે પેટ અંદરથી ફૂલવા લાગે છે. ચેપ લાગવાનો પણ ખતરો છે. લિક્વિડ નાઈટ્રોજન અસુરક્ષિત હોઈ શકે છે જો તેનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવે, પરંતુ જો તમે તેનો યોગ્ય રીતે યોગ્ય ટેકનિક વડે ઉપયોગ કરો તો કોઈ નુકસાન થઈ શકે નહીં.
એફડીએ ના જણાવ્યા પ્રમાણે વધુ પડતા લિક્વિડ નાઈટ્રોજનના ઉપયોગથી ત્વચા અને આંતરિક અવયવોને લગતી સમસ્યાઓનો શિકાર થઈ શકે છીએ. કારણ કે તે પેટમાં પ્રવેશ્યા પછી, નાઇટ્રોજન -195 ° સે સુધી ઠંડુ થાય છે. જેના કારણે નીકળતી છંડી વરાળમાં માનવનું શ્વાસ લેવું મુશેકલ બને છેજો કે ધુમાડો દૂર કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવે તો તેને વધુ નુકસાન થતું નથી.
આજકાલ નાઈટ્રોજન પ્રવાહી ઘણી જગ્યાએ ખૂબ ઉપયોગી છે. ઉદાહરણ તરીકે, તેનો ઉપયોગ બ્લડ બેંક, સ્પર્મ , શુક્રાણુ વગેરેને લાંબા સમય સુધી સાચવી રાખવા ને તેને સંગ્રહ કરવા માટે થાય છે.