1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકન કોંગ્રેસે દેશના ગ્રીનકાર્ડને લઈને બિલ રજૂ કર્યુ, ભારતીયોને થઈ શકે છે ફાયદો
અમેરિકન કોંગ્રેસે દેશના ગ્રીનકાર્ડને લઈને બિલ રજૂ કર્યુ, ભારતીયોને થઈ શકે છે ફાયદો

અમેરિકન કોંગ્રેસે દેશના ગ્રીનકાર્ડને લઈને બિલ રજૂ કર્યુ, ભારતીયોને થઈ શકે છે ફાયદો

0
Social Share
  • અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવું બની શકે છે સરળ
  • અમેરિકન કોંગ્રેસે બિલ કર્યું રજૂ
  • અઢળક ભારતીયોને ફાયદો થવાની સંભાવના

દિલ્લી: અમેરિકામાં સ્થાયી થવા માટે મોટી સંખ્યામાં ભારતીયો તથા વિશ્વના અનેક લોકો માટે સપનું છે. અમેરિકામાં ગ્રીનકાર્ડ મેળવવુ ખુબ મુશ્કેલ છે પણ હવે તે સરળ બની શકે તેમ છે. અમેરિકન સંસદમાં ગ્રીનકાર્ડની સિસ્ટમમાં સુધારો રજૂ કરતાં ઐતિહાસિક બિલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસમેન ઝોઈ લોફગ્રીન અને જ્હોન કર્ટીઝે અમેરિકન સંસદગૃહમાં બિલ રજૂ કર્યું હતું. બિલમાં દેશ પ્રમાણે ગ્રીનકાર્ડ આપવાની સિસ્ટમ નાબુદ કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે.

જો વાત કરવામાં આવે અમેરિકાના ગ્રીનકાર્ડ મેળવવાની તો અમેરિકા અત્યારે દેશ પ્રમાણે સાત ટકા નાગરિકોને ગ્રીનકાર્ડ આપે છે. જે દેશના નાગરિકો અમેરિકામાં રહે છે અને કાયમી પરવાનાની રાહ જોઈ રહ્યા છે, એમાંથી પ્રત્યેક દેશના સાત ટકા નાગરિકોને સિનિયોરિટીના આધારે ગ્રીન કાર્ડ મળે છે.

ભારત અને ચીનથી અમેરિકાના ગ્રીનકાર્ડ માટે એપ્લાય કરનારા લોકોની સંખ્યા ખુબ મોટી છે અને તેથી આ બે દેશોના નાગરિકો બબ્બે-ત્રણ-ત્રણ દશકાથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. માત્ર સાત ટકાના હિસાબે ગ્રીનકાર્ડની પરવાનગી મળતી હોવાથી અન્ય નાગરિકોનો વારો આવતા વર્ષો નીકળી જાય છે.

આ સ્થિતિ નિવારવા માટે હવે અમેરિકા કેટા સિસ્ટમને નાબુદ કરીને ગ્રીનકાર્ડ આપવાની પેશકશ કરી રહ્યું છે. જો બાઈડેનના શાસનકાળમાં આ માટે ઐતિહાસિક બિલ રજૂ થયું છે. ઈક્વલ એક્સેસ ટુ ગ્રીન કાર્ડ્સ ફોર લીગલ એમ્પ્લોયમેન્ટ એક્ટ-2021 રજૂ થયું છે.

જો આ બિલ સંસદમાં પસાર થઈ જશે તો અમેરિકામાં રહેતાં સંખ્યાબંધ ભારતીય નાગરિકોનો દાયકાઓનો ઈંતઝાર ખતમ થશે. તેમને આગામી બે-ત્રણ વર્ષમાં જ ગ્રીનકાર્ડ મળી જાય તેવી શક્યતા ઉજળી બની જશે.આ બિલમાં બીજી એક જોગવાઈ એવી પણ કરવામાં આવી છે કે પરિવાર માટે વિઝાની મર્યાદા સાત ટકા છે. તે વધારીને 15 ટકા કરવાની ભલામણ છે.

બિલ રજૂ કરતી વખતે કોંગ્રેસમેને કહ્યું હતું કે દેશમાં 1990થી ઘણાં નાગરિકો પરમેનેન્ટ રેસિડેન્ટ કાર્ડ એટલે કે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. તેમને હવે ગ્રીનકાર્ડ આપી દેવાનો સમય થઈ ચૂક્યો છે. તેમની 30 વર્ષ જૂની અરજીનો નિકાલ થાય તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી વિઝા નીતિની સામે જો બાઈડેને વિઝા નીતિ હળવી કરવાનો વાયદો ચૂંટણીઓ પહેલાં કર્યો હતો. તેના ભાગરૂપે આ બિલ રજૂ થયું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code