1. Home
  2. ગુજરાતી
  3. આ ખંઢેર જેવા ઘરની કિંમત છે 12 કરોડ રૂપિયા,વિશેષતા જાણીને તમે પણ થઇ જશો હેરાન
આ ખંઢેર જેવા ઘરની કિંમત છે 12 કરોડ રૂપિયા,વિશેષતા જાણીને તમે પણ થઇ જશો હેરાન

આ ખંઢેર જેવા ઘરની કિંમત છે 12 કરોડ રૂપિયા,વિશેષતા જાણીને તમે પણ થઇ જશો હેરાન

0
Social Share
  • આ ખંઢેર જેવા ઘરની કિંમત છે 12 કરોડ રૂપિયા
  • વિશેષતા જાણીને તમે પણ થઇ જશો હેરાન
  • અંદરથી આ ઘર અનેક સુવિધાઓથી સજ્જ

હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં હજારો લોકોના જીવ ગયા છે અને આવનારા દિવસોમાં હજુ કેટલા લોકોના જીવ જશે તે કોઈ નથી જાણતું.આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે,આ બંને દેશો વચ્ચેના યુદ્ધને કારણે દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના ખતરામાં છે. વર્તમાન પરિસ્થિતિને જોતા ક્યારેક એવું લાગે છે કે,ત્રીજું વિશ્વ યુદ્ધ થશે. હવે સ્વાભાવિક છે કે,જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે તો દુનિયા કેવી રીતે બરબાદ થઈ જશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.આ દરમિયાન અમેરિકામાં એક ઘર વેચાણ માટે માર્કેટમાં મુકવામાં આવ્યું છે, જેને વોર પ્રૂફ કહેવામાં આવી રહ્યું છે.ખંઢેર જેવું દેખાતું આ ઘર કરોડો રૂપિયામાં વેચાઈ રહ્યું છે.હવે તમે વિચારતા જ હશો કે,આ ઘરમાં એવું શું છે જેની કિંમત કરોડોમાં છે? તો ચાલો તમને તેની ખાસિયત વિશે જણાવીએ…

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,કોંક્રિટથી બનેલું આ ઘર (બંકર) લોકોને પરમાણુ બોમ્બ હુમલાથી પણ બચાવી શકે છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,યુદ્ધની આ સ્થિતિમાં જો આ ઘરની આસપાસ પરમાણુ બોમ્બ પડે તો પણ ઘરને કોઈ નુકસાન નહીં થાય.

અહેવાલ મુજબ, આ બંકર અમેરિકાના મોન્ટાનામાં વેચાણ માટે મૂકવામાં આવ્યું છે.આ બંકર બહારથી ભલે ખંઢેર જેવું લાગે,પરંતુ અંદરથી તે એક આલીશાન ઘર જેવું છે, જેમાં જરૂરી તમામ સુવિધાઓ છે.તેમાં એક સુંદર રસોડું અને એક સરસ લિવિંગ રૂમ છે

ચાર જોડીમાં બનેલા આ બંકરમાં ચાર રૂમ અને ચાર રસોડા છે.આ સાથે રહેવાની જગ્યા પણ બનાવવામાં આવી છે.જોકે, આ બંકરમાં એક પણ બારી નથી.બહારની દુનિયા જોવી હોય તો બંકરમાંથી બહાર નીકળવું પડશે.એવું કહેવામાં આવી રહ્યું છે કે,જે જગ્યાએ આ ખંઢેર જેવી ગુફા છે, તેની આસપાસનો નજારો ખૂબ જ સુંદર છે.

અહેવાલો અનુસાર, આ બંકરને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેનું તાપમાન હંમેશા 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ રહે છે. જોકે, તેમાં એર-કંડિશનિંગ અને હીટિંગની સિસ્ટમ પણ છે.આ સાથે, બંકરમાં એક ભોંયરું પણ છે, જેમાં ખોરાકનો સંગ્રહ કરી શકાય છે. ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા વચ્ચે આ બંકર એકદમ સુરક્ષિત હોવાનું કહેવાય છે.આ જ કારણ છે કે, માર્કેટમાં તેની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code