Site icon Revoi.in

કમુરતા ઉતરતાની સાથે જ 19મી એપ્રિલથી લગ્નગાળાનો થશે પ્રારંભ, લગ્નો માટે 28 શુભમુહૂર્તો

Social Share

અમદાવાદ, 15 એપ્રિલ 2026: The wedding season will begin from April 19th as soon as the moon sets  કમુરતા ઉતરતાની સાથે 19મી એપ્રિલથી લગ્નગાળાની સીઝન શરૂ થશે. લગ્નો માટે અગાઉથી પાર્ટી પ્લોટ્સ, કેટરીંગ, કર્મકાંડી પંડિતો, કેટરિંગ સહિતના બુકિંગ થઈ ગયા છે. 19મી એપ્રિલે અખાત્રિજનો દિન વણજોયું મુહૂર્ત ગણાતું હોવાથી અનેક લગ્નો યોજાશે. આ ઉપરાંત વાસ્તુ સહિતના શુભ પ્રસંગો પણ યોજાશે.

ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ શુભ કાર્ય કરતા પહેલાં ગ્રહોની સ્થિતિ અને મુહૂર્તનું વિશેષ મહત્ત્વ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે સૂર્ય અમુક ચોક્કસ રાશિઓમાં પ્રવેશ કરે છે ત્યારે ‘કમુરતાં ‘ બેસે છે, જેમાં મંગળ કાર્ય વર્જિત માનવામાં આવે છે. હાલમાં ચાલી રહેલા મીનારક કમુરતાં પૂર્ણ થઇ ચૂક્યા છે. ચૈત્ર વદ બારસને મંગળવાર, તા.14 એપ્રિલના રોજ સવારે 9:34 વાગ્યે સૂર્યદેવ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો. સૂર્યના આ રાશિ પરિવર્તનની સાથે જ અશુભ ગણાતા મીનારક કમુરતાંની સમાપ્તિ થઇ છે. એટલે હવે લગ્ન સહિત માંગલિક પ્રસંગોની શરણાઇઓ વાગતી થશે અને ઉનાળુ લગ્નોત્સવનો આરંભ થશે. કમુહૂર્તા ઉતરતાની સાથે જ લગ્નગાળો શરૂ થશે. જેમાં સૌથી પહેલો મહત્ત્વનો દિવસ તા.19 એપ્રિલને રવિવાર છે. આ દિવસે અખાત્રીજ (વણજોયું મુહૂર્ત) હોવાથી ખૂબ મોટી સંખ્યામાં લગ્ન પ્રસંગો યોજાશે. આ તકે એપ્રિલથી જુલાઇ માસ સુધીના સમયગાળા દરમિયાન લગ્ન માત્ર 28 શુભ મુહૂર્તો રહેશે.

કમુરતાં દરમિયાન માત્ર લગ્ન જેવા મોટા માંગલિક પ્રસંગો વર્જિત હોય છે, પરંતુ અન્ય શુભ કાર્યો કરી શકાય છે. હવે વાસ્તુ પૂજન, સગાઈ કે અન્ય શુભ પ્રસંગોની શરૂઆત કરી શકાશે. આ એપ્રિલ માસમાં લગ્ન માટે તારીખ : 21, 25, 26, 27, 28, 29 અને તા. 30 શુભ મુહૂર્ત હોવાનું કર્મકાંડી પંડિતો કહી રહ્યા છે.

Exit mobile version