
મહિલાએ દીકરાને સાડીથી બાંધીને 10મા માળની ગેલરીથી નીચે મોકલ્યો, વીડિયો વાયરલ
નવી દિલ્હીઃ દિલ્હીના એનસીઆરનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં નવમાં માળની ગેલરીમાં પડેલા કપડાને લેવા માટે માતાએ દીકરાને સાળી સાથે બાંધીને 10મા માળેથી 9ના માળની ગેલરીએ મોકલ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ અનેક યુઝર્સ માતા ઉપર ફિટકાર વરસાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર NCRમાંથી એક ચોંકવાનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં કપડાના સહારે 9માંમાળથી બાળકને ખેંચતી મહિલા જોવા મળે છે. આ વીડિયો સેક્ટર 82ની એક સોસાયટીનો જાણવા મળે છે. જેમાં એક મહિલા તેના પુત્રને નવમા માળેથી કપડાની મદદથી નીચે લાવી છે અને કપડાની મદદથી બાળકને ઉપર ખેંચી રહી છે. મહિલાના કપડા નવમાં માળની ગેલરીમાં પડ્યાં હતા. નવમાં માળના આ મકાન બંધ હતું. જેથી મહિલાએ કપડા લેવા માટે દીકરાને સાડીથી બાંધીને 10મા માળની ગેલરીથી 9મી માળની ગેલરીમાં મોકલ્યો હતો. આ સમગ્ર ઘટના સ્થળ પર હાજર કોઈએ કેમેરામાં કેદ કરી લીધી અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. હવે આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
વીડિયો વાયરલ થયા પછી છોકરાનું કહેવું છે કે એક દિવસે તો મારવાનું જ છે જ્યારે માતાનું કહેવું છે કે મને માફ કરી દો, મને ખબર ન હતી કે કોઈ વીડિયો બનાવી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. વીડિયોની સત્યતાની જાણકારી મેળવવામાં આવી રહી છે.