1. Home
  2. ગુજરાતી
  3. લગ્નના પણ અલગ અલગ પ્રકાર હોય છે,જાણો
લગ્નના પણ અલગ અલગ પ્રકાર હોય છે,જાણો

લગ્નના પણ અલગ અલગ પ્રકાર હોય છે,જાણો

0
Social Share

લગ્નએ દરેક વ્યક્તિના જીવનની સૌથી યાદગાર ક્ષણ હોય છે, દરેક લોકો માટે આ સૌથી ખુશીભર્યો દિવસ હોય છે. આપણને બધાને મોટાભાગે બે જ પ્રકારના લગ્ન વિશે જાણ હોય છે જે છે પ્રેમ લગ્ન, અને અરેન્જ મેરેજ એટલે કે બે પરિવારોની સહમતીથી થતા લગ્ન. પણ લગ્ન માત્ર આ જ નથી, હકીકતમાં જોઈએ તો તેના આઠ પ્રકાર છે.

વધુ જાણકારી અનુસાર લગ્ન એ માત્ર બે લોકોનું મિલન નથી પરંતુ તે હિન્દુ ધર્મમાં એક ધાર્મિક સંસ્કાર છે. હિંદુ ધર્મમાં 8 મુખ્ય પ્રકારનાં લગ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લગ્નોમાં શ્રેષ્ઠ સ્થાન બ્રહ્મ વિવાહને અને સૌથી નીચું સ્થાન પૈશાચી વિવાહને આપવામાં આવ્યું છે.

આ આઠ લગ્નોમાં સમાવેશ થાય છે – બ્રહ્મ, દૈવ, અર્ષ, પ્રજાપત્ય, અસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ વિવાહ.

સૌથી પહેલા તો બ્રહ્મ વિવાહની વાત કરીએ તો આમાં બ્રહ્મ લગ્ન વર અને કન્યા બંનેની સંમતિથી થાય છે. આ લગ્નમાં વૈદિક રિવાજો અને નિયમોનું પાલન કરવામાં આવે છે. વર-કન્યાના કુળ અને ગોત્ર જોવામાં આવે છે, કુંડળીઓ મેળવે છે, હરિદ્રલેપ, દ્વાર પૂજા, મંગલાષ્ટક, પાણિગ્રહણ, જયમાલા વગેરે સંપૂર્ણ વિધિઓ કરવામાં આવે છે. આ લગ્ન માટેનો શુભ સમય ચોક્કસપણે અનુસરવામાં આવે છે.

આના પછી આવે છે દેવ વિવાહ – કે જેમાં લગ્નમાં કોઈ ખાસ હેતુ, સેવા અથવા ધાર્મિક કાર્ય માટે છોકરીના લગ્ન કોઈ ખાસ વર સાથે તેની સંમતિથી કરવામાં આવે છે. આ એક મધ્યમ લગ્ન માનવામાં આવે છે.

જો વાત કરવામાં આવે આર્ષ વિવાહની તો શાસ્ત્રો અનુસાર, આ લગ્ન ઋષિઓ સાથે સંબંધિત છે, જેમાં લગ્નની ઈચ્છા સાથે કોઈ ઋષિ છોકરીના પિતાને એક ગાય અને બળદ અથવા તેમની જોડી દાનમાં આપીને છોકરી સાથે લગ્ન કરે છે. આ દાન ધાર્મિક કારણોસર કરવામાં આવે છે. બાળકીના મૂલ્ય માટે નહીં.

ગાંધર્વ વિવાહમાં યુવક અને યુવતી એકબીજાના પ્રેમમાં પડે છે અને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પછી આ લગ્ન માતાપિતાની સંમતિથી થાય છે. વર્તમાન યુગમાં પ્રેમ લગ્ન ગાંધર્વ વિવાહ સમાન છે.

એક લગ્ન છે અસુર વિવાહ – આમાં, વરરાજા છોકરીના પરિવારને થોડા પૈસા આપીને છોકરીને ખરીદે છે અને તેની સાથે લગ્ન કરે છે. આમાં છોકરીની સંમતિથી કોઈ ફરક પડતો નથી.
પિશાચ લગ્ન – આ લગ્નની સૌથી નીચી શ્રેણી માનવામાં આવે છે. આમાં, તે મહિલાની સંમતિ વિના, છેતરપિંડી દ્વારા, તેણી બેભાન હોય ત્યારે તેના પર બળાત્કાર કર્યા પછી તેની સાથે લગ્ન કરવામાં આવે છે. આને પિશાચ વિવાહ કહેવાય છે.

ઉલ્લેખનીય છે કે આ માહિતીને માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવી છે, આ બાબતે કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code