1. Home
  2. ગુજરાતી
  3. પારિજાતના વૃક્ષને લઈને છે કેટલીક માન્યતાઓ – જાણો તેને કેમ શુભ માનવામાં આવે છે
પારિજાતના વૃક્ષને લઈને છે કેટલીક માન્યતાઓ – જાણો તેને કેમ શુભ માનવામાં આવે છે

પારિજાતના વૃક્ષને લઈને છે કેટલીક માન્યતાઓ – જાણો તેને કેમ શુભ માનવામાં આવે છે

0
  • પારિજાતનું વૃક્ષ માનવામાં આવે છે શુભ
  •  વાસ્તુ પ્રમાણે ઘણા છે ફાયદા

પારિજાત વૃક્ષ એક ધાર્મિક વૃક્ષ છે. પૌરાણિક માન્યતાઓની જો વાત કરીએ તો , આ વૃક્ષ સમુદ્ર મંથન દરમિયાન બહાર આવ્યું હતું અને વૈકુંઠ લોકમાં ગયા બાદ તેનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષને લઈને બીજી માન્યતા એવી છે કે આ વૃક્ષ પર લક્ષ્મી અને નારાયણ સ્વયં ભગવાનનો વાસ છે. આ સાથે આ વૃક્ષને સ્ત્રીનું સુંદર સ્વરૂપ પણ માનવામાં આવે છે.

એવું  પણ માનવામાં આવે છે કે આ વૃક્ષો શરદ ઋતુમાં અને દુર્ગા પૂજા પહેલા ફૂલ આવવા લાગે છે, જેને દેવી પક્ષ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ વૃક્ષ અને તેના ફૂલોની સાથે દેવી દુર્ગાની શક્તિઓ પણ છે. તેની સાથે જ આ ફૂલ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે .

સોમવારે-શુક્રવારે આ વૃક્ષ વાવવું શુભ

તમે કોઈપણ શુક્રવાર કે સોમવારે પારિજાતનું વૃક્ષ વાવી શકો છો. આ બંને દેવી પક્ષના દિવસો છે જેમાં દેવીઓની પૂજા કરવામાં આવે છે. જો કે, શુક્રવારે સાંજના સમયે પારિજાતનું વૃક્ષ વાવવાને શ્રેષ્ઠ સમય અને શુભ માનવામાં આવે છે. કારણ કે આ લક્ષ્મીનો દિવસ અને સમય છે.

કંઈ દિશામાં આ વૃક્ષ વાવું જાણીલો

વાસ્તુ મુજબ ઉત્તર દિશામાં પારિજાતનું વૃક્ષ લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શાંતિ અને સમૃદ્ધિની દિશા માનવામાં આવે છે. આ ઝાડને એવી દિશામાં રાખો કે સવારે ઉઠતાની સાથે જ સૂર્યપ્રકાશ તેના પર પડે એટલે કે ઉત્તર-પશ્ચિમ દિશામાં વાવો,આ વૃક્ષથી ઘરમાં સકારાત્મક ઊર્જા અને ધાર્મિક વાતાવરણની અનુભૂતિ થાય છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code