
વિશ્વનું એવું ગામ છે વર્ષોથી પાણીમાં હતું અને પછી અચાનક આવી ગયું પાણીની ઉપર,જાણો શું છે કારણ
- યુકેમાં આવેલું છે આ શહેરટ
- એક વયકત વર્ષો પહેલા જે પાણીમાં ડૂબી ગયુ હતું
- વર્ષો બાદ ફરી તે ગામ ઉપર આવી ગયું
કેટલાક ઘરો વધુ વરસાદમાં પુર આવવાથી પાણીમાં ડૂબી જતા હોય છે, પછી પુરના પાણી ઉતરી જાય એટલે ઘર પાણીની બહાર આવી જાય છે ,આ તો વરસાદની સિઝનની વાત થઈ જો કે આવું જ એક ગામ પણ હતું જે વર્ષો પહેલા પૂરના કારણે ડૂબી ગયું હતું. કોઈને ખ્યાલ ન હતો કે ખરેખર આ એક ગામ હતું જ્યાં પાણી દેખાય છે. આ ઘટના યુનાઈટેડ કિંગડમના લલાનવિદ્દીન ટાઉનની છે. 1880ના દાયકામાં અહીં આવેલા પૂરે તબાહી મચાવી હતી.
એક વખતે આ ગામ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું. ત્યાં રહેતા લોકો 2 માઈલ દૂર ગયા પછી રહેવા લાગ્યા. ધીમે ધીમે કોઈને યાદ પણ ના આવ્યું કે અહીં એક ગામ હતું, પણ વર્ષો પછી એવો દુકાળ પડ્યો કે ગામ ફરી બહાર દેખાવા લાગ્યું. પોવીસ, વેલ્સમાં વિર્નવી તળાવ સુકાઈ જતાં આ ગામ ફરી દેખાયું. 1880ના દાયકામાં પાણીમાં ડૂબી ગયેલા ગામમાં એક મોટું ચર્ચ, 37 ઘરો, થોડી દુકાનો અને 3 પબ હતા.
શોર્પશાયર સ્ટાર અખબારના રિપોર્ટની જો માનીે તો 1976માં ગામની મુલાકાત લેવામાં આવી હતી જ્યારે ભારે ગરમીને કારણે તળાવ 60 ટકા સુધી સુકાઈ ગયું હતું. પાણીથી બનેલું તળાવ સુકાઈ જતાં ગામના ઘર અને અન્ય ઈમારતોની દિવાલો દેખાતી હતી.