
બેટ ખરીદવાના પણ પૈસા ન હતા, પિતાએ લોન લીધી, માં એ સોનાનો દોરો વેચી ક્રિકેટ કિટ અપાવી
લખનૌઃ ઉત્તર પ્રદેશનો વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ટૂંક સમયમાં હૈદરાબાદ જતો જોવા મળશે. તે ફ્લાઈટમાં તેની સાથે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, કેએલ રાહુલ જેવા દિગ્ગજ ક્રિકેટરો સાથે હશે. જે ઉડાણ ધ્રુવ હવે ભરવાનો છે, તે સામાન્ય ઉડાણ નથી. આ ઉડાણ તેને તેમના સપના જોડે લઈ જશે, જેના વિશે તેમણે નાનપણમાં વિચારી રાખ્યું હતુ.
ધ્રુવએ ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં શરૂઆતની બે મેચમાં ભારતીય ટીમમાં સામેલ કરાયા હતા. આજ થી થોડાક મહિના પહેલા સુધી તેમણે વિચાર્યું પણ નહીં હોય કે ટીમ ઈન્ડિયામાં તેની એંન્ટ્રી થઈ જશે. 22 વર્ષના આ ખેલાડી માટે સપનું સાકાર થયું છે.
22 વર્ષના આ ખેલાડીએ નાની ઉંમરમાં ઘણા મોટા કારનામાં કર્યા છે. તેઓ આગરાના રહેવાસી છે, અને તેમના પિતા સેનામાં હતા, જેમને કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો. 2001માં જુરેલનો જન્મ થયો હતો અને તે 10 વર્ષનો પણ નહતો થયો ને, તેના પિતા હવલદાર તરીકે સોના માંથી રિટાયર થયા હતા.
આ સમયે ધ્રુવ જુરેલ આગરાની આર્મી સ્કૂલમાં ભણતા હતા. પિતા ઈચ્છતા હતા કે પુત્ર સેનામાં ઓફીસર બને અને તેમની જેમ દેશની સેવા કરે. આ કારણથી ધ્રવના પિતા નેમ સિંહ જુરેલએ પુત્રને રમત-ગમતમાં ભાગ લેવા માટે કહ્યું હતુ. સ્કૂલમાં બે મહિના માટે સ્પોટ્સ કેમ્પ શરૂ થયો હતો તેમાં ધ્રુવ અને તેના બે મિત્રો સ્વિમિંગમાં ભાગ લોવા પહોચ્યા હતા.
વાસ્તવમાં, નાનપણમાં ધ્રુવએ તેના પિતાને ખોટું કહ્યું હતું કે તે સ્કૂલમાં ખાલી સ્વિમિંગમાટે જાય છે. જ્યારે તેના પિતાને ખબર પડી ગઈ હતી કે ધ્રુવએ ક્રિકેટ કોચિંગમાં પ્રવેશ લીધો છે. પછી, પિતાના જોરદાર ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે સ્નિમિંગના ક્લાસ ચાલતા હતા, ત્યારે ધ્રુવ ક્રિકેટ રમતો અને જોરદાર શોટ મારતો જોવા મળતો.