વહેલી સવારની આ આદતો, તમારા ચહેરા પર લાવી શકે છે ચમક
- ચહેરાની ચમક આવશે પરત
 - અપનાવો આ ઉપાય
 - સવારે આટલું કરો અને જોવો ફરક
 
ચહેરાની સુંદરતા એ માણસની પહેલી સુંદરતા, લોકો એવું કહે છે. લોકોને ચહેરાની સુંદરતા સૌથી વધારે જોઈએ છે અને તેના માટે તેઓ અનેક પ્રકારના નુસ્ખાઓ પણ અપનાવતા હોય છે પરંતુ પરિણામ યોગ્ય મળતું હોતું નથી. તો હવે જો ચહેરાની સુંદરતા પરત જોઈતી હોય તો આ પ્રકારના ઉપાયો મદદરૂપ સાબિત થઈ શકે છે.
ચમકતી અને સ્વસ્થ ત્વચા જોઈએ છે, તો પછી રોજ સવારે ઉઠો અને ખાલી પેટ એક ગ્લાસ પાણી પીવો. આ આદાત તમારા શરીરમાંથી ટોક્સીન દૂર કરે છે અને તમારી ત્વચાને કુદરતી ગ્લો આપે છે. ખરેખર સ્વસ્થ અને ચમકતી ત્વચા મેળવવા માટે, માત્ર સવારે જ નહીં પરંતુ દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લિટર પાણી પીવું જોઈએ.
સ્કિનકેર પ્રોડક્ટ્સનો વધારે ઉપયોગ કરતા નથી, તો સ્કિનકેરના મૂળભૂત રૂટિનને અનુસરવો જોઈએ. ક્લીંજિંગ, ટોનિંગ અને મોઇશ્ચરાઇઝિંગ રૂટીનનું પાલન કરવું જોઈએ. આ ત્રણ પગલા લેવામાં થોડી મિનિટો લેશે, પરંતુ તે ત્વચામાં ઘણો ફેરફાર લાવશે. ત્વચાના પ્રકાર અનુસાર ક્લીંઝર ખરીદો. ત્વચા પર ટોનર લગાવવા માટે કોટનનો ઉપયોગ કરો. ક્લીંઝર દ્વારા જામી ગયેલી ઝીણી ગંદકી બહાર નીકળી જાય છે. આ સાથે ત્વચા થોડા સમય માટે ગ્લો થવા લાગશે.
તંદુરસ્તી અને ગ્લો મેળવવા માટે ક્યારેય તમારા વર્કઆઉટને (Workout) અવગણો નહીં. દરરોજ લગભગ 30 થી 45 મિનિટ વર્કઆઉટ કરો. વ્યાયામ કરવાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને તેનાથી ધબકારાની ગતિ વધે છે. તે ચમકતી અને સ્વસ્થ ત્વચા આપે છે.
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

