
ભગવાન ધનવંતરીને સમર્પિત છે આ પ્રખ્યાત મંદિરો,ધનતેરસના દિવસે જરૂરથી કરો દર્શન
ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે.તેમને ભગવાન વિષ્ણુનો અવતાર અને આયુર્વેદિક દવાના દેવતા પણ માનવામાં આવે છે. ધનતેરસને ભગવાન ધન્વંતરીની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ધનવંતરી ધનતેરસના દિવસે અમૃત કલશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યા હતા. ધનતેરસના દિવસે તમે ભગવાન ધન્વંતરીના મંદિરમાં જઈ શકો છો. આવો જાણીએ કયા મંદિરોમાં તમે દર્શન માટે જઈ શકો છો.
રંગનાથસ્વામી મંદિર – તમે તમિલનાડુ સ્થિત રંગનાથસ્વામી મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.આ મંદિર ધન્વંતરીને સમર્પિત છે.ભગવાન ધન્વંતરીની અહીં વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે.આ મંદિરમાં પ્રસાદ તરીકે જડીબુટ્ટીઓ ચઢાવવામાં આવે છે.
શ્રી ધન્વંતરી મંદિર – તમિલનાડુમાં ભગવાન ધન્વંતરીનું બીજું પ્રસિદ્ધ મંદિર.તે કોઈમ્બતુરમાં સ્થિત છે.અહીં ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીની પૂજા મુખ્યત્વે કરવામાં આવે છે.
ધનવંતરી મંદિર – આ મંદિર નેલ્લુવાઈમાં આવેલું છે.એવું માનવામાં આવે છે કે,આ મંદિરમાં ભગવાન ધન્વંતરીની મૂર્તિ અશ્વિની દેવોએ સ્થાપિત કરી હતી.એવું માનવામાં આવે છે કે,આ મંદિર 5000 વર્ષથી વધુ જૂનું છે.
થોટ્ટુવા ધનવંતરી મંદિર – આ મંદિર ભગવાન ધનવંતરીનું પ્રસિદ્ધ મંદિર છે.આ મંદિરમાં ભગવાનની મૂર્તિ લગભગ 6 ફૂટ ઊંચી છે.આ મંદિરમાં પ્રસાદ તરીકે માખણ આપવામાં આવે છે.