1. Home
  2. ગુજરાતી
  3. લીલા રંગના આ ત્રળ ફળો તમારા આરોગ્યને કરે છે ફાયદો, જાણો તેમાં રહેલો ગુણો વિશે
લીલા રંગના આ ત્રળ ફળો તમારા આરોગ્યને કરે છે ફાયદો, જાણો તેમાં રહેલો ગુણો વિશે

લીલા રંગના આ ત્રળ ફળો તમારા આરોગ્યને કરે છે ફાયદો, જાણો તેમાં રહેલો ગુણો વિશે

0
Social Share

આમ તો ફળો સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય જ છે,પરંતુ આજે એવા ત્રણ ફળઓ વિશે વાત કરીશું જે રંગમાં લીલા રંગના છે અને તમારા સ્વાસ્થ્યને પણ તાજુ રાખે છે ,જેનાથી તમારા શરીરમાં અનેક પોષક તત્વો મળી રહે છે આ ત્રણ ફળો છે ગ્રીન એપલ, કિવી અને જમરુખ તો ચાલો જાણીએ આ ત્રણય ફળોમાં રહેલા ગુણો વિશે.

ગ્રીન એપલ

સામાન્ય રીતે દરેક બીમાર લોકોને સફરજન ખવડાવવામાં આવે છે આ સાથે જ નાનાથી મોટા દરેક લોકો માટે સફરજન ગુણકારી છે ખાસ કરીને જો ગ્રીન એપલની વાત કરીએ તો લીલા સફરજનનો સ્વાદ ખૂબ જ સારો હોય છે. તેની સાથે તેમાં વિટામિન, કેલ્શિયમ, આયર્ન અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા સફરજન માનસિક સ્વાસ્થ્ય અને હાડકાંને મજબૂત બનાવે છે. ઉપરાંત, તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

કિવી 

જો કિવીની વાત કરવામાં આવે તો આ સૌ કોઈને ભાવતું ફળ છે અને તેમાં અનેક પોષક તત્વ સમાયેલા છે જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.બ્લડ પ્લેટલેટ્સ વધારવા માટે કીવી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ કિવીમાં વિટામિન સી, ઇ, ફોલેટ અને પોટેશિયમથી ભરપૂર છે. ઉપરાંત, તેમાં બળતરા વિરોધી, એન્ટીઑકિસડન્ટ અને એન્ટિ-હાયપરટેન્સિવ ગુણધર્મો છે, જે અત્યંત ફાયદાકારક છે.

જમરુખ

જો જમરુખની વાત કરવામાં આવે તો પેટની ઠંડક માટે આ ફળ ખૂબ જ ગુણકારી છે.જે રીતે જમરુખીના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક છે તો ફળ પણ એટલા જ ગુણોથી ભરપુર છે,જામફળનો સ્વાદ માત્ર ખૂબ જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે શરીર માટે પણ ફાયદાકારક છે. તે સ્નાયુઓને મજબૂત કરવામાં ઘણી મદદ કરે છે અને તે તણાવને પણ ઘટાડે છે. જામફળમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આનાથી આંખો અને બ્લડ શુગર લેવલને પણ નિયંત્રિત કરી શકાય છે. તેમાં વિટામિન A, C, ફોલેટ, કોપર અને ઝિંક જેવા તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે.જે આરોગ્ય માટે ખૂબ જ જરુરી છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code