1. Home
  2. ગુજરાતી
  3. ભારતની આ જગ્યાઓ પ્રી-વેડિંગ શૂટ માટે છે પરફેક્ટ,તમે પણ આજે જ કરો પ્લાન
ભારતની આ જગ્યાઓ પ્રી-વેડિંગ શૂટ માટે છે પરફેક્ટ,તમે પણ આજે જ કરો પ્લાન

ભારતની આ જગ્યાઓ પ્રી-વેડિંગ શૂટ માટે છે પરફેક્ટ,તમે પણ આજે જ કરો પ્લાન

0
Social Share

આજથી કદાચ થોડા વર્ષો પહેલા આવો કોઈ કોન્સેપ્ટ ન હતો કે લગન પહેલા પ્રી-વેડિંગ શૂટ કરાવવું અને તે, પણ હવે આજના સમયમાં આ વાત એટલી કોમન બની ગઈ છે કે દરેક લોકો કોઈને કોઈ જગ્યાએ જઈને તો પ્રી-વેડિંગ શૂટ કરાવતા જ હોય છે. આવામાં જો વાત કરવામાં આવે ભારતમાં બેસ્ટ સ્થળોની તો ભારતની આ જગ્યાઓ લોકોને ખુબ પસંદ આવે છે.

જો સૈથી પહેલા વાત કરવામાં આવે રણની તો પ્રી-વેડિંગ શૂટ માટે કચ્છનું રણ શ્રેષ્ઠ ઑફ-બીટ સ્થળો પૈકીનું એક છે. થાર રણમાં વિશાળ મીઠાની ભેજવાળી જમીનનો ક્યારેય ન પુરો થતો નજારો ખૂબ જ સુંદર લાગે છે. આ ઉપરાંત દરિયા કિનારે આવેલું રાજ્ય ગોવામાં સ્થિત બટરફ્લાય બીચ તમારા બીચ થીમ આધારિત પ્રી-વેડિંગ શૂટ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ રિમોટ બીચ ચારેબાજુથી લીલીછમ વનસ્પતિઓથી ઢંકાયેલા પહાડોથી ઘેરાયેલો છે અને ગોલ્ડન સેન્ડસ્કેપનો એક નાનો વિસ્તાર પણ અહીં છે.

આગ્રાનો તાજમહેલ તમારા પ્રી-વેડિંગ શૂટ માટે યોગ્ય સ્થળ છે. વિશાળ લૉનની વચ્ચે સ્થિત પ્લેટફોર્મ થોડી ક્ષણોને કેપ્ચર કરવા માટે એક સારૂ સ્થળ છે. જો કે, અહીં કંઈપણ શૂટ કરતા પહેલા તમારે સરકારી પરવાનગી લેવી જરૂરી રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code