
થર્ડપાર્ટી વિમા પ્રિમિયમના દરમાં થયો વધારો – 1લી જૂનથી ચૂકવવું પડશે વધુ પ્રિમિયમ
- થર્ડપાર્ટી વિમા પ્રિમિયમના દરમાં થયો વધારો –
- 1લી જૂનથી ચૂકવવું પડશે વધુ પ્રિમિયમ
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં મોંધવારીનો માર વર્તાઈ રહ્યો છે,પેટ્રોલ-જિઝલ સહીતની વસ્તુઓના ભઆવ સાતમા આસમાને પહોંચ્યા છે તેવી સ્થિતિમાં હવે થર્ડ પાર્ટી વિમા ઘારકો માટે પણ ટિંતાના સમાચાર સામે આવી રહ્યા છે,તેમના માથે વિમાના દરનો ભાર વધવા જઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ નવા નિર્ણયે સામાન્ય માણસને આંચકો આપ્યો છે. જો તમારી પાસે કાર છે, તો હવે તમારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પર વધુ પૈસા ખર્ચવા પડશે. થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ હવે મોંઘો થવા જઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષથી થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સના નવા દર 1 જૂન, 2022થી લાગુ થશે. થર્ડ પાર્ટી વીમામાં છેલ્લો ફેરફાર 2019-20માં કરવામાં આવ્યો હતો. આ પછી, 2020-21 અને 2021-22માં દરોમાં વધારો કરવામાં આવ્યો ન હતો. હવે ફરી એકવાર દરમાં વધારો કરવામાં આવ્યો છે. એટલે કે આગામી મહિનાથી તમારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટે વધુ પૈસા ખર્ચવા પડશે.
એટલે કે હવે 30KW સુધીની ક્ષમતા ધરાવતી ઈલેક્ટ્રિક પ્રાઈવેટ કારને હવે 1,780 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. તે જ સમયે, 30KW થી વધુ અને 60KW સુધીની ક્ષમતા ધરાવતી ઈલેક્ટ્રિક પ્રાઈવેટ કારને 2,904 રૂપિયાનું થર્ડ પાર્ટી પ્રીમિયમ ચૂકવવું પડશે.
એટલે કે હવે ઓટો ક્ષેત્રના પ્રિમીયમનો હિસ્સો 33 ટકાથી ઘટીને 30 ટકા થઇ ગયો હતો. જ્યારે મેડીકલ વિમાનો હિસ્સો 30 ટકાવાળો વધીને 33 ટકા થયો હતો. હવે ઓટો ક્ષેત્રનાં પ્રિમીયમનો હિસ્સો પણ વધવાની ગણતરી રાખવામાં આવી રહી છે. 1લી જૂનથી લાગુ પડનારા નવા થર્ડ પાર્ટી વિમા પ્રિમીયમ અંતર્ગત કારના પ્રિમીયમમાં 23 ટકા તથા 75 સીસીથી વધુના ટુ-વ્હીલરના પ્રિમીયમમાં 35 ટકા સુધીનો વધારો થશે. 75 સીસીથી ઓછીનાં ટુ-વ્હીલરમાં 175 ટકા નો વધારો કરાશે.