
ગુજરાતની બોર્ડરને પેલેપાર સિંધમાં આવેલા અંબાજી મંદિરને પાકિસ્તાન રેન્જર્સે બનાવ્યું છે પોતાની આઉટપોસ્ટ
ગુજરાતની સાથેની પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદની નજીક સીમાને પેલેપાર આવેલા એક હિંદુ મંદિરમાં પાકિસ્તાની રેન્જર્સ બેઠેલા જોવા મળે છે. ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદના બોર્ડર પિલર નંબર-960ની પેલેપાર પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલી કરુંઝર પહાડી પર તેનાત પાકિસ્તાની રેન્જર્સ અહીં આવેલા એક પ્રાચીન હિંદુ મંદિરનો ઉપયોગ પોતાની બોર્ડર આઉટ પોસ્ટ કરીતે કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય સરહદ પર બનાસકાંઠા જિલ્લાની સામે પાર પાકિસ્તાનના આખરી ગામ બોડેસરમાં બનેલા હિંદુ મંદિરમાં ઘણીવાર હિંદુ શ્રદ્ધાળુઓને પણ જોવામાં આવ્યા છે. જો કે આ હિંદુ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનની સરહદના છેવાડાના ગામમાં રહે છે.
બનાસકાંઠા જિલ્લાની સાથેની પાકિસ્તાનની સાથે લાગતી આંતરરાષ્ટ્રીય સરહદ પર અંબાજી માતાનું મંદિર સ્થાનિક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. ભૂતકાળમાં આ ખાસ મંદિરમાં ભારત અને પાકિસ્તાન એમ બંને દેશોના હિંદુ શ્રદ્ધાળુઓ પૂજા-અર્ચના કરવા માટે આવતા રહ્યા છે. આ હિંદુ મંદિરમાં પાકિસ્તાનના બોડેસર અને બદતલાવ ગામના લોકો પૂજાપાઠ કરવા માટે આવતા હોય છે. આ સિવાય તમામ અવસરો પર હિંદુ મંદિરની આસપાસ પાકિસ્તાન રેન્જર્સની મૂવમેન્ટ પણ જોવા મળે છે.
ભારત અને પાકિસ્તાનની ગુજરાત ખાતે આવેલી આંતરરાષ્ટ્રીય સરહદના પેલાપાર આવેલું આ અંબાજીમાતાનું મંદિર પાકિસ્તાનના સિંધ પ્રાંતના નગરપારકર જિલ્લામાં આવેલું છે. અહીં મોટી સંખ્યામાં હિંદુઓ રહે છે.
અંબાજી મંદિર સિવાય નગરપારકર જિલ્લામાં સચ્યામાતા મંદિર, જૈનમંદિર અને લખન ભારતી આશ્રમ જેવા અન્ય કેટલાક હિંદુ ધર્મસ્થાનો છે. અહીં પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં રહેતા હિંદુઓ અવાર-નવાર પૂજા-અર્ચના કરવા માટે આવતા હોય છે.
જલોયા ગામમાં રહેતા કેટલાક લોકો 1971ના ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધથી પહેલા પાકિસ્તાનના નગરપારકર જિલ્લામાં રહેતા હતા. તેઓ આવા તમામ હિંદુ મંદિરોને આજે પણ યાદ કરી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે અંબાજી માતાનું મંદિર પણ આસ્થાનું આવું જ કેન્દ્ર છે. તેનો ઉપયોગ હાલ પાકિસ્તાન રેન્જર્સના જવાનો પોતાની બોર્ડર આઉટપોસ્ટ તરીકે કરી રહ્યા છે.