1. Home
  2. ગુજરાતી
  3. ઈન્સ્ટાગ્રામ પર આ દેશે લગાવ્યો 3,200 કરોડનો રપિયાનો દંડ – ટીનેજરના અંગત ડેટા લીક કરવા મામલે ફટકાર્યો દંડ
ઈન્સ્ટાગ્રામ પર આ દેશે  લગાવ્યો 3,200 કરોડનો રપિયાનો દંડ – ટીનેજરના અંગત ડેટા લીક કરવા મામલે ફટકાર્યો દંડ

ઈન્સ્ટાગ્રામ પર આ દેશે લગાવ્યો 3,200 કરોડનો રપિયાનો દંડ – ટીનેજરના અંગત ડેટા લીક કરવા મામલે ફટકાર્યો દંડ

0
Social Share
  • ઈન્સટાગ્રામ ર આયરલેન્ડે 3200 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો
  • ટિનેજરના ડેટા લીક કરવા મમાલે આ દંડ ફટકાર્યો

દિલ્હીઃ- આજકાલ સોશિયલ મીડિયાનો સતત યૂઝ વધ્યો છે તો સામે તેની પ્રાઈવેસીને લઈને પણ અનેક દેશોની સરકાર સતર્ક છે, ટ્વિટર માલે અવાન નવાર અનેક સમાચારો સાંભળવા મળઅયા છે ત્યારે હવે ઈન્સ્ટાગ્રામ પણ આ શ્રેણીમાં આવ્યું છે, ટીનેજરની માહિતી લીક કરવાના મામલે આયર્લેન્ડના ડેટા પ્રાઈવસી રેગ્યુલેટરે ઈન્સ્ટાગ્રામને ખૂબ મોટો ફટકો આપ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આયરલેન્ડ દેશે ઈન્સ્ટાગ્રામ પર 3,200 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે.આઇરિશ સોશિયલ મીડિયા રેગ્યુલેટરે ઇન્સ્ટાગ્રામ પર ભારે દંડ ફટકાર્યો છે. ઇન્સ્ટાગ્રામને કિશોરોના અંગત ડેટા સંબંધિત યુરોપિયન યુનિયન ડેટા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર 405 મિલિયન યુરો અથવા લગભગ 3,200 કરોડ રૂપિયાનો મોટો દંડ લગાવવામાં આવ્યો છે.

આ પહેલા વિતેલા  વર્ષે એમેઝોન પર આટલો ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો.જો કે ઈન્સ્ટા પર દંડની કાર્યવાહી બાદ ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ કહ્યું છે કે તેણે આ મામલાની સંપૂર્ણ તપાસ દરમિયાન સંપૂર્ણ સાથ સહકાર આપ્યો છે. જો કે, મેટાએ કહ્યું છે કે તે ભારે દંડ સાથે  સહમત નથી અને તેઓ આગળ આ મામલે તેની સામે પડકાર આપશે.

ઉલ્લેખનીય છે કે આયર્લેન્ડના વોચડોગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ 13 થી 17 વર્ષની વયના લોકોની અંગત માહિતી સાર્વજનિક રાખે છે. જેમાં તેમનો ઈમેલ આઈડી અને ફોન નંબર સામેલ છે. આપણે જાણીએ છઈએ તેમ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે લઘુત્તમ વય મર્યાદા 13 વર્ષ છે હવે આ કિશોરોની માહિતી લીક થવાના મામલે  કારણે ઈન્સ્ટાગ્રામે આટલું મોટુ નુકશાન વેઠવું પડશે,

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code