
ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક ખાસ એવોકાડો ચટણી,આ છે બનાવવાની રીત
થાળીનો સ્વાદ વધારવા માટે લોકો સલાડ, અથાણુંથી લઈને ચટણી લેવાનું પસંદ કરે છે.ત્યારે આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એવોકાડોની ચટણી..એવોકાડોનું સેવન ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે.આવી સ્થિતિમાં તેની ચટણી બનાવવી એક સારો વિકલ્પ બની શકે છે.જો કે એવોકાડો એક ફળ છે, પરંતુ તમે તેની ચટણી બનાવીને ભોજનનો સ્વાદ વધારી શકો છો
આજના યુગમાં કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસની સમસ્યા સામાન્ય છે.ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલના દર્દીઓએ ખાવા-પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે.એવોકાડોનું સેવન ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે ફાયદાકારક છે.આવી સ્થિતિમાં ચટણી બનાવીને ખાવી એ એક સારો વિકલ્પ બની શકે છે. જો કે એવોકાડો એક ફળ છે, પરંતુ ચટણી બનાવીને ખાવામાં તેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય લાભ અને ભોજનમાં સ્વાદ બંને મળી શકે છે.તો ચાલો તમને સ્વાદિષ્ટ અને ફાયદાકારક એવોકાડો ચટણી બનાવવાની રેસિપી જણાવીએ.
સામગ્રી
1 એવોકાડો
1/2 કપ ડુંગળી
1/2 કપ ટામેટા
1/2 કપ કોથમીર
2 લીલા મરચા
2 ચમચી લીંબુનો રસ
સ્વાદ માટે મીઠું
ચટણી બનવવાની રીત
ચટણી બનાવવા માટે, સૌપ્રથમ એવોકાડોને છોલીને તેને અડધા ભાગમાં કાપી લો.
તેની અંદરના બી ને અલગ કરો અને બધા પલ્પ કાઢી લો.
હવે ડુંગળી, ટામેટા, લીલા મરચાને કાપી લો.
આ પછી ગ્રાઇન્ડરના બરણીમાં એવોકાડો, ડુંગળી, ટામેટા, લીલું મરચું અને મીઠું ઉમેરીને પેસ્ટ બનાવો.
તૈયાર કરેલી પેસ્ટને એક બાઉલમાં નાખો.
પછી ઉપર લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરી લો.
એવોકાડો ચટણી તૈયાર છે. તમે તેને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.