આ છે દેશનું અવું ગામ કે જ્યાં નથી મનાવવામાં આવતી હોળી, ના રંગોની મજા ના ઘરમાં બને છે પકવાન, જાણો આ ગામ વિશે
- અહીં નથી મનાવવામાં આવતી હોળી
- બિહારના મુંગેર જીલ્લાનું તારાપુર ગામ
- વર્ષોથી અહી કોઈ રંગોથી નથી રમતુ
- ઘરમાં કપવાન પણ નથી બનતા
હોળીને હવે 2 દિવસની જ વાર છે ત્યારે દેશભરમાં હોળીનો અનેરો ઉત્સાહ જોવા મળે છે જો કે આજે વાત એક ગામની કરીશું કે જ્યા વર્ષોથી હોળી જ નથી મનાવાતી આ સાથએ જ ન તો એકબીજાને રંગ લગાવવામાં આવે છે તે ન તો ઘરમાં સારી વાનગીો બનાવવમાં આવે છે અને આજકાલનું નહી પરતું અહી 200 વરષ્થી આજ પરંપરા ચાલે છે.
આ ગામ આવેલું છે બિહાર રાજ્યના મુંગેર જીલ્લામાં જેનું નામ છે તારાપુર, અહીંના લોકો હોળીની ઉજવણી કરતા ડરે છે. આ ગામના લોકોનો દાવો છે કે જો કોઈ અહીં છુપી રીતે હોળી ઉજવે છે તો પણ તેની સાથે ખરાબ વર્તન કરાય છે.
આ સાથે જ એવું પણ કહેવાય છે કે આ ગામના લોકો જ્યારે કોઈ બીજી જગ્યાએ જાય છે ત્યારે ત્યાં પણ હોળી નથી ઉજવતા. મુંગેર જિલ્લાના તારાપુર સબડિવિઝનના અસારગંજ બ્લોક હેઠળના સજુઆ પંચાયતના સતી સ્થાન ગામમાં 200 વર્ષથી હોળી ન ઉજવવાની પરંપરા ચાલી રહી છે. અહીં અન્ય ગામોના લોકો પણ અહીં હોળી રમવા આવતા નથી.
હોળી ન ઉજવવા પાછળ એક દંતકથા છે, કહેવાય છે કે આ ગામમાં પતિ-પત્ની રહેતા હતા. હોળીના દિવસે પતિનું મૃત્યુ થાય છે. લોકો શોક કરતી પત્નીને ઘરમાં બંધ કરી દે છે અને જ્યારે પતિની અર્થી લઈ જવામાં આવે છે, ત્યારે મૃતદેહ થાથડીમાંથી વારંવાર પડે છે. દરમિયાન, જ્યારે કેટલાક ગ્રામજનો દરવાજો ખોલીને પત્નીને ઘરની બહાર લઈ જાય છે, ત્યારે તે તેના પતિના મૃતદેહ તરફ દોડી જાય છે અને તેના પતિના મૃતદેહ સાથે સતી કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. આ સાંભળીને ગામમાં જ અંતિમ સંસ્કારની ચિતા તૈયાર કરવામાં આવે છે. ત્યારે અચાનક પત્નીના હાથની નાની આંગળીમાંથી અગ્નિ નીકળે છે અને તે આગમાં પતિના મૃતદેહની સાથે પત્ની પણ બળી જાય છે. બાદમાં લોકોએ અહીં મંદિર બનાવ્યું. ત્યારથી અહીં કોઈ હોળી ઉજવવામાં મામનતું નથી જો કે આ તો દંત કથાો કહે છે આ બાબતની સત્યની પૃષ્ટિ અમે કરતા નથી.