પનીર ભુર્જી એક એવી ડિશ છે, જે નાસ્તાથી લઈ લંચ કે ડિનરમાં સમળતાથી તૈયાર કરી શકાય છે. તમે ઈચ્છો તો રોટલી સાથે ખાઈ શકો કે બ્રેડની મદદથી તેના ટોસ્ટ તૈયાર કરો. તેને બનાવવું સરળ તો જ સાથે બાળકોથી લઈ મોટા લોકોને પણ ખૂબ પસંદ આવે છે. તેને વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં તમે અલગ અલગ પ્રકારની શાકભાજી ઉમેરી શકો છો.
પનીર ભુર્જી બનાવવા માટે સામગ્રી
- 250 ગ્રામ પનીર, છીણેલું
- 2 મોટી ડુંગળી, બારીક સમારેલી
- 2 ટામેટાં, બારીક સમારેલા
- 1 લીલું મરચું, બારીક સમારેલ
- 1 ઇંચ આદુ, છીણેલું
- 1/2 ચમચી હળદર પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1/2 ચમચી ધાણા પાવડર
- 1/4 ચમચી ગરમ મસાલો
- 1/2 ચમચી જીરું
- 1/4 કપ કોથમીર, બારીક સમારેલી
- સ્વાદ મુજબ મીઠું
- તેલ અથવા ઘી
પનીર ભુર્જી બનાવવાની રીત
- પનીર ભુર્જી બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ કે ઘી ગરમ કરો. પછી તેમાં જીરું નાખો અને તડતડવા દો.
- પછી, ડુંગળી, ટામેટા, લીલા મરચા અને આદું નાખીને સોનેરી થાય ત્યા સુધી સાંતળો.
- પછી, તેમાં હળદર, લાલ મરચું, ધાણા પાવડર અને ગરમ મસાલા નાખીને સરખી રીતે મિક્ષ કરો.
- પછી, તોમાં છીણેલું પનીર નાખી ધીમી આંચ પર 2-3 મિનિટ સુધી રાંધો.
- પછી, તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.
- કોથમીરથી ગાર્નિશ કરીને ગરમ ગરમ સર્વ કરો.