
આ ટેક્નિકથી દેખાશે તમારી ત્વચા સુંદર અને યુવાન,જાણી લો આ ખાસ વાત
દરેક લોકો ઈચ્છે છે કે તેમના ચહેરાની ત્વચા હંમેશા યુવાન અને સુંદર દેખાય, પણ આવું મોટાભાગે થતું નથી. કેટલાક લોકો ચહેરાની ત્વચાનું ધ્યાન રાખીને યુવાન દેખાતા હોય છે પરંતું હવે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી જે લોકોની ત્વચા વધારે ઉંમરલાયક દેખાય છે. દિવસમાં 10 મિનિટ ઝડપી ચાલવાથી તમારૂ ઉંમરને 16 વર્ષ સુધી ઓછી કરી શકાય છે.
કમ્યુનિકેશન બાયોલોજી પર પબ્લિશ સ્ટડીને 4 લાખથી વધારે લોકો પર કરવામાં આવ્યો છે. તેમાં ધીમી ગતિથી ચાલતા લોકોના મુકાબલે સામાન્ય અને ઝડપી ચાલતા લોકોની બાયોલોજીકલ એજને અસલી ઉંમરથી 16 વર્ષ ઓછુ જોવામાં આવ્યું છે.
ટેલોમેયર આપણા DNAનો છેલ્લો ભાગ હોય છે. જે ઉંમર અને વાતાવરણના તણાવના કારણે પ્રભાવિત થાય છે. ટેલોમેયરની લંબાઈને પ્રાકૃતિક વૃદ્ધા વસ્તા અને આનુવાંશિક અસ્થિરતા હેઠળ માનક માનવામાં આવે છે.