
આ મહિલાનો અજીબોગરીબ શોખ,બેડરૂમમાં જ ખોલી નાખી આ વસ્તુની દુકાન
- આ મહિલાનો અજીબોગરીબ શોખ
- બેડરૂમમાં જ ખોલી નાખી ચપલની દુકાન
- જાણીને થશે ખૂબ જ આશ્ચર્ય
દરેક લોકોને પોત-પોતાના શોખ હોય છે.કોઈ કપડાં ખરીદવાના શોખીન હોય છે તો કેટલાકને અલગ-અલગ પ્રકારનો ખોરાક ખાવાનો શોખ હોય છે.તો, કેટલાક લોકો એવા હોય છે જેમના શોખ સંપૂર્ણપણે અલગ અને વિચિત્ર હોય છે.આવા લોકો વિશે જાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આવો વિચિત્ર શોખ ધરાવતી એક મહિલા કેનેડામાં પણ છે.તેને ક્રોક્સ એટલે કે રબરના શૂઝ ખરીદવાનો શોખ છે.તેને આ શૂઝ એટલા પસંદ છે કે,તેણે પોતાના ઘરના બેડરૂમમાં ‘જૂતાની દુકાન’ ખોલી છે.શું તમે ક્યારેય આવા વિચિત્ર શોખ વિશે સાંભળ્યું છે?
મહિલાનું નામ રેયાન જણાવવામાં આવી રહ્યું છે.તેણી પોતાને ક્રોક ક્વીન કહી રહી છે,કારણકે તેના કલેક્શનમાં વિવિધ પ્રકારના જૂતા સામેલ છે.તે જ્યાં પણ જાય છે, અને જો તેને જૂતા દેખાઈ જાય તો તેને ખરીદીને તેની સાથે લાવે છે.
મહિલાએ ટિકટોક પર તેના આ અજીબોગરીબ શોખ વિશે જણાવ્યું છે.અહેવાલ મુજબ,તેના બેડરૂમમાં ઘણા બધા ખીલ્લાઓ મારેલા જોવા મળે છે, જેના પર તેણે ઘણાં જૂતા લટકાવેલા જોવા મળે છે.તેણીના બેડરૂમમાં રંગબેરંગી જૂતાની 114 જોડી છે.
રિપોર્ટ્સ અનુસાર, મહિલાના Tiktok પર 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેણી કહે છે કે,તે ક્રોક્સ એમ્બેસેડર બનવા લાયક છે.તેનો આ શોખ જોઈને લોકો તેને ‘પાગલ’ કહીને બોલાવે છે, પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડતો નથી. તેણી કહે છે કે,તેણીને તેના બેડરૂમને જૂતાથી શણગારવામાં આનંદ આવે છે.
રેયાનનું કહેવું છે કે,તેની પાસે માત્ર સેંકડો જૂતાનું કલેક્શન નથી, પરંતુ તેણે 700 મેચિંગ એસેસરીઝ પણ ખરીદી છે, જે જૂતાનો દેખાવ જ બદલી નાખે છે.