
શરીરમાં કરોડરજ્જૂને મજબૂત કરવા માટે આ યોગાસન છે બેસ્ટ,તંદુરસ્તીને જાળવી રાખવામાં પણ છે મદદરૂપ
- શરીરમાં કરોડરજ્જૂને રાખો મજબૂત
- તેના માટે આ યોગાસન છે બેસ્ટ
- શરીરમાં તંદુરસ્તી જાળવી રાખવામાં પણ મદદરૂપ
કેટલાક લોકોને અમુક ઉંમર પછી કરોડરજ્જૂની સમસ્યા થઈ જતી હોય છે. એમાં એવું થતું હોય છે કે તે લોકો ફટાફટ ઉભા થઈ શકતા નથી અને ફટાફટ બેસી પણ શકતા નથી આવામાં જો વાત કરવામાં આવે કરોડરજ્જૂની તો તેના પર સમગ્ર શરીરને આધાર હોય છે. કરોડરજ્જૂને મજબૂત રાખવા માટે કેટલાક પ્રકારના આસન પણ હોય છે જે સૌ કોઈએ કરવા જોઈએ.
કરોડરજ્જૂ માટેનું સૌથી સરસ આસન છે સમકોણાસન. સમકોણાસન બે શબ્દોને ભાગા કરવાથી બને છે સમકોણ અને આસન, જેના નામમાં જ જાણી શકાય છે કે આ આસનમાં શરીર 90 ડિગ્રીનો ખુણો બનાવે છે. આ આસનને અંગ્રેજીમાં સ્ટ્રેટ એન્ગલ પોઝ કહેવાય છે. સમકોણાસન કરવાથીના માત્ર શરીરમાં ફ્લેક્સિબિલિટી આવે છે પરંતુ કમરનો દુખાવો પણ દૂર થઈ જાય છે.
યોગ આપણા જીવનમાં ઘણું મહત્વ રાખે છે. કહેવાય છે કે જેણે યોગને સ્વીકારી લીધું તે હંમેશા નિરોગી રહે છે. સામાન્ય રીતે તમામ યોગાસન આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ કોઈ ખાસ સમસ્યા અથવા બીમારીથી છૂટકારો મેળવવા માટે દરેક યોગાસનની પોતાનું એક મહત્વ હોય છે.
સમકોણાસન કરવાના ફાયદા એ છે કે આ યોગ આસન કરવાથી શરીરમાં ફ્લેક્સિબિલિટી આવવાની સાથે કરોડરજ્જૂમાં પણ સુધારો થાય છે. આ આસનને કરવાથી કમરની નીચેના ભાગને મજબૂત બનાવે છે અને ગળાનો દુખાવો દૂર થયા છે. આ ઉપરાંત આ આસન પગની સાથે સાથે આખા શરીરના સ્નાયુઓને તણાવ મુક્ત કરવા માટે શાનદરા ઉપાય છે. શારીરિક તણાવને દૂર કરવા તથા શારીરિક સંતુલન બનાવવા માટે આ આસન ઘણું યોગ્ય માનવામાં આવે છે.