ત્રણ નવા ફોજદારી કાયદાઓ 2029સુધીમાં સત્ર અદાલતથી સર્વોચ અદાલત સુધી સમયસર ન્યાય સુનિશ્ચિત કરશે-ગૃહમંત્રી અમિત શાહ
નવી દિલ્હી 04 જાન્યુઆરી 2026: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ત્રણ નવા ફોજદારી કાયદાઓ 2029 સુધીમાં સત્ર અદાલતથી થી સર્વોચ અદાલત સુધી સમયસર ન્યાય સુનિશ્ચિત કરશે. તેમણે ગઈકાલે વિજયપુરમ, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગૃહ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકની અધ્યક્ષતા કરતી વખતે આ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાયદાઓ તપાસને ઝડપી બનાવી રહ્યા છે અને દોષિત ઠેરવવાનો દર વધારી રહ્યા છે.
તેમણે જણાવ્યું કે ગૃહ મંત્રાલયે 2019 થી સંસદીય સલાહકાર સમિતિની 12 બેઠકો યોજી છે, જેના સકારાત્મક પરિણામો મળ્યા છે. શાહે જણાવ્યું કે 2021માં, દેશમાં કોઈ મોબાઇલ ફોરેન્સિક લેબ નહોતી, જ્યારે આજે તેમની સંખ્યા 1,000 સુધી પહોંચી ગઈ છે.આગામી પાંચ વર્ષમાં દેશભરમાં ફોરેન્સિક લેબનું નેટવર્ક સ્થાપિત કરવા માટે 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. 2029 સુધીમાં, દેશના દરેક રાજ્યમાં ફોરેન્સિક યુનિવર્સિટી અથવા કેન્દ્રીય ફોરેન્સિક લેબોરેટરી હશે.
વધુ વાંચો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરશે


