જયપુર: રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ડીગમાં પોલીસે વરરાજા અને તેના પિતા સહિત ત્રણ લોકોની મિજબાની માટે લઈ જવામાં આવતા 150 કિલો ગૌમાંસ સાથે ધરપકડ કરી છે.
સિકરી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે આસ મોહમ્મદ પોતાના પુત્ર મૌસમના લગ્ન માટે ગાયની કતલ કરી તેનું માંસ લઈ જઈ રહ્યો છે. મૌસમના લગ્ન ત્રણ દિવસ પછી થવાના હતા. ગુપ્ત માહિતીના આધારે પોલીસે રાત્રે 12:30 વાગ્યાની આસપાસ કાર્યવાહી કરી.
પોલીસને જોઈને ગૌહત્યા કરનારાઓ ભાગવા લાગ્યા, પરંતુ આરોપીઓને પકડી લેવામાં આવ્યા. પોલીસે તે ટ્રેક્ટર-ટ્રેલર પણ જપ્ત કર્યું જેમાં ગૌમાંસ લઈ જવામાં આવી રહ્યું હતું.

