
- આજે મન કી બાત કાર્.ક્રમો 94મો એપિસોડ
- પીએમ મોદી 11 વાગ્યે કરશે મનકી બાત
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં દેશની જનતાને સંબોધિત કરતા હોય છે ત્યારે આજે 11 વાગ્યે પીએમ મોદી દેશની જનતાને સંબોંધિત કર છે આજે તેમના આ કાર્યક્રમો 94મો એપિસોડ છે.
પીએમ મોદીના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 94મો એપિસોડ આજે સવારે 11 વાગ્યાથી પ્રસારિત થશે. પીએમ મોદીની મન કી બાતને લઈને ભારતીય જનતા પાર્ટી હિમાચલ પ્રદેશના તમામ 68 વિધાનસભા મતવિસ્તારોમાં પહોંચશે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા હિમાચલમાં પાર્ટી કાર્યકરો સાથે પીએમ મોદીની ‘મન કી બાત’ સાંભળશે.
આ સાથે જ જેપી નડ્ડા ઉપરાંત 5 કેન્દ્રીય મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતેન્દ્ર સિંહ, કિરણ રિજિજુ, અનુરાગ ઠાકુર, ભૂપેન્દ્ર યાદવ અને મુખ્યમંત્રીઓમાં જય રામ ઠાકુર, હરિયાણાના મનોહર લાલ ખટ્ટર અને ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી પણ મન કી બાતમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે મન કી બાતનો પહેલો એપિસોડ 2014માં ટેલિકાસ્ટ થયો હતો. ત્યારથી આ કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે પ્રસારિત થઈ રહ્યો છે. આ કાર્યક્રમના 93મા એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિત્તાઓ વિશે વાત કરી હતી જ્યારે આજના એપિસોડમાં હિમાચલ પ્રદેશની ચૂંટણીના મુદ્દા વિશે વાત કરવામાં આવી શકે છે.
પીએમ મોદીનો આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, એઆઈઆર ન્યૂઝ વેબસાઈટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ AIR પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે.