
કોરોના કેસ અપડેટ:દેશમાં છેલ્લા 24 કલાકમાં 1604 નવા કેસ નોંધાયા
- કોરોના કેસ અપડેટ
- 24 કલાકમાં 1604 નવા કેસ નોંધાયા
- દેશમાં 18,317 સક્રિય કેસ
દિલ્હી:ભારતમાં કોરોના વાયરસના કેસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા.દરરોજ કોરોનાના કેસમાં વધઘટ જોવા મળી રહે છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1604 નવા કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં 18,317 સક્રિય કેસ છે.
આ પહેલા કોરોનાની લહેરમાં લોકોએ એક દિવસમાં લાખોની સંખ્યામાં કેસનો આંકડો જોયો છે અને મોટી સંખ્યામાં લોકોના મોત થતા પણ જોયા છે. હાલ હવે સ્થિતિ સુધરી છે ત્યારે એવું કહી શકાય કે દેશમાં કોરોનાને હાર આપવામાં દેશની સામાન્ય જનતા અને સરકારનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
દેશમાં કરોડ જેટલા ડોઝ પણ લોકોને આપી દેવામાં આવ્યા છે અને જાણકારોના કહેવા અનુસાર વેક્સિનેસનની જોરદાર ગતિના કારણે દેશમાં કોરોનાથી કેટલાક લોકોના જીવ બચી ગયા છે. સરકાર દ્વારા લોકોને વેક્સિનેશન આપવામાં પણ જોરદાર સ્પીડ બતાવી છે.