1. Home
  2. ગુજરાતી
  3. બાળકલાકારથી બોલિવૂડ એક્ટ્રેસનો સફર ખેંડનાર હંસિકા મોટવાનીનો આજે જન્મ દિવસઃ 50 જેટલી જૂદી-જૂદી ભાષાઓ માં કરી છે ફિલ્મો
બાળકલાકારથી બોલિવૂડ એક્ટ્રેસનો સફર ખેંડનાર હંસિકા મોટવાનીનો આજે જન્મ દિવસઃ 50 જેટલી જૂદી-જૂદી ભાષાઓ માં કરી છે ફિલ્મો

બાળકલાકારથી બોલિવૂડ એક્ટ્રેસનો સફર ખેંડનાર હંસિકા મોટવાનીનો આજે જન્મ દિવસઃ 50 જેટલી જૂદી-જૂદી ભાષાઓ માં કરી છે ફિલ્મો

0
Social Share
  • હંસિકા મોટવાનીનો 32મો જન્મદિવસ
  • બાળકલાકરથી કરી હતી કારકિર્દીની શરુઆત
  • 50 જેટલી વિવિધ ભાષાઓમાં કર્યું છે કામ

મુંબઈઃ મનોરંજન જગતમાં ખૂબ જ નાની વયે એન્ટ્રી કરીને અનેક ટીવી સિરિયલમાં કામ કરીને આગવી ઓળખ બનાવનારી હંસિકા મોટવાની આજે તેમનો જન્મદિવસ મનાવી રહી છે. હંસિકાનો જન્મ 9 ઓગસ્ટ વર્ષ 1991મા  મુંબઈમાં થયો હતો, અત્યાર સુધીમાં 50 થી વધુ જુદી જુદી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.

હંસિકાના પિતા પ્રદીપ મોટવાણી એક બિઝનેસમેન છે અને માતા ડર્મેટોલોજિસ્ટ. જો કે તેના માતા-પિતાએ તે જ્યારે નાની હતી ત્યારે જ છૂટાછેડા લઈ લીધા હતા, જે બાદ હંસિકા માતા સાથે રહીને જ મોટી થઈ. હંસિકાએ પોતાનો અભ્યાસ મુંબઈની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો છે.

હંસિકાએ પોતાની કારકિર્દીની શરૂઆત ટીવીથી કરી હતી. તે પ્રથમ વખત ટીવી શો શાક લાકા બૂમ બૂમમાં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. તે એક કાલ્પનિક વાર્તા પર આધારિત બાળકોનો શો હતો આ શો માં હંસિકાના અભિનયે લોકોના દિલ પર જાદૂ કર્યો હતો જેથી આજ દિન સુધી હંસિકાનું આ પાત્ર લોકોને યાદ છે.આ સહીતે તેણે  ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’, ‘સોનપરી’, ‘કરિશ્મા કા કરિશ્મા’માં પણ કામ કર્યું.

ત્યાર બાદ એક બાળ કલાકાર તરીકે તે વર્ષ 2021  એકતા કપૂરનો શો દેશમેં નિકલા હોંગા ચાંદ માં ટીનાના પાત્ર પરમિન્દર ઉર્ફે પમ્મીની સાવકી બહેનનું નિભાવ્યું હતું ,આ સિરિયલ લગભગ પાંચ વર્ષ સુધી ચાલી હતી અને આ માટે હંસિકાએ વર્ષ 2003 માં શ્રેષ્ઠ બાળ કલાકાર માટે ઇન્ડિયન ટેલી એવોર્ડ પણ જીત્યો હતો.બાળ કલાકાર તરીકે તેણે ઋતિક રોશન સાથએ કોઈ મીલ ગયા ફિલ્મમાં પણ કામ કર્યું હતું ,આ સાથે જ તેણે લીડ રોલ વાળઈ ફઇલ્મ આબરાકા ડાબરા પણ કરી હતી,

અનેક ટીવી શો કર્યા બાદ  તેણે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું. 15 વર્ષની ઉંમરમાં તેણે નિર્દેશક પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ ‘દેસમુદુરુ’ કરી. જે બાદ હંસિકાના ચાહકો વધી ગયા હતા. તેણે સાઉથમાં એક બાદ એક હિટ ફિલ્મો આપી હતી.ત્યાર બાદ હિમેશ રેશમિયા સાથે તેની ફિલ્મ આપકા સુરર વર્ષ 2007મા આવી હતી.જ્યારે હંસિકા માત્ર 16 વર્ષની હતી તેની આ ફિલ્મ ઘણી ચર્ચાનો વિષય બની હતી.બોલીવુડમાં હંસિકાની બીજી ફિલ્મ 2008માં  ‘મની હૈ તો હની હૈ’ આવી હતી. જે બાદ હંસિકા કોઈ પણ હિંદી ફિલ્મમાં નજર નથી આવી. બોલીવુડમાં કોઈ ખાસ સફળતા ન મળતા તે દક્ષિણ ફઇલ્મો તરફ વળી હતી. જો કે આજે તેની ગણતરી  સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટી હિરોઈનમાં થાય છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code