
આજે સંસદના સત્રનો બીજો દિવસઃ સુરક્ષાકર્મીઓ નવા યુનિફોર્મમાં સજ્જ તો વિરોઘપક્ષ ઉઠાવશે આ મુદ્દાઓ
દિલ્હીઃ- 18 સપ્ટેમ્બરને વિતેલા દિવસના રોજથી સંસદનું વિશેષ સત્ર આરંભ થયું હતું ત્યારે આજરોજ સંસંદના સત્રનો બીજો દિવસ છે.પહેલા દિવસે પીએમ મોદીએ લોકસભાને સંબોધન કર્યું હતું. પીએમએ કહ્યું કે આ સત્રમાં ઘણા ઐતિહાસિક નિર્ણયો લેવાના છે.
કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલ સંસદના પાંચ દિવસીય વિશેષ સત્રની શરૂઆત પીએમ મોદીના સંબોધન સાથે થઈ હતી. પીએમ એ જી 20 થી ભારતની વિશ્વસનીયતાની મજબૂતાઈનો ઉલ્લેખ કર્યો. આ સત્રમાં સરકાર ચાર બિલ રજૂ કરશે, જેની માહિતી સંસદીય બુલેટિનમાં આપવામાં આવી હતી. જો કે વિપક્ષે ફરી એકવાર આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો.ત્યારે આજરોજ બીજા દિવસે નવા સંસદ ભવનમાં સુરક્ષાકર્મીઓ નવા યુનિફોર્મમાં જોવા મળ્યા હતા.
સંસદ ભવનમાં આજે સેન્ટ્રલ હોલના કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. ભારતની સંસદના સમૃદ્ધ વારસાને ઉજવવા અને 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ માટેનો કાર્યક્રમ આજે સવારે 11 વાગ્યે રાજ્યસભા અને લોકસભા બંનેના સાંસદોની હાજરીમાં યોજાશે.
સંસદનું વિશેષ સત્ર આજે નવા સંસદ ભવનમાં રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2.15 વાગ્યે અને લોકસભાની કાર્યવાહી બપોરે 1.15 વાગ્યે શરૂ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલ હોલમાં આયોજિત વિશેષ કાર્યક્રમને સંબોધિત કરશે. આ વિશેષ સત્રમાં વિરોધ પક્ષોએ 9 મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો એજન્ડા બનાવ્યો હતો. વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના નેતાઓએ ગઈકાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે બેઠક યોજી હતી અને સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી હતી. આ અંગે સોનિયા ગાંધીએ પીએમ મોદીને એક પત્ર પણ લખ્યો છે, જેમાં 9 મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.