આજે વિશ્વ ચકલી દિવસ,જાણો તેનો ઈતિહાસ અને શું છે આ દિવસનું મહત્વ
વિશ્વભરમાં આજે 20 ફેબ્રુઆરીના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ચકલી વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે. આ દિવસ લોકોમાં ચકલી પ્રત્યે જાગૃતિ વધારવા અને તેને બચાવવા માટે ઉજવવામાં આવે છે. વધતા પ્રદૂષણ સહિતના અનેક કારણોને લીધે ચકલીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેમનું અસ્તિત્વ જોખમમાં છે. અહીં જાણો આ ખાસ દિવસનો ઈતિહાસ અને શું છે આ દિવસનું મહત્વ
આ વર્ષે વિશ્વ ચકલી દિવસ 2023 ની થીમ ‘આઈ લવ સ્પેરો’ છે. વર્લ્ડ સ્પેરો ડેની સ્થાપના ધ નેચર ફોરએવર સોસાયટીના સ્થાપક મોહમ્મદ દિલાવર દ્વારા કરવામાં આવી હતી. તેમણે જૈવવિવિધતા ફોટો હરીફાઈ, વાર્ષિક સ્પેરો એવોર્ડ્સ, પ્રોજેક્ટ સેવ અવર સ્પેરો અને કોમન બર્ડ મોનિટરિંગ ઑફ ઈન્ડિયા પ્રોગ્રામ સહિત અનેક પ્રોજેક્ટ્સ શરૂ કર્યા.
વર્ષ 2010માં પ્રથમ વખત વિશ્વ ચકલી દીવસનું આયોજન કરવામાં આવ્યું હતું. 2011 માં, વર્લ્ડ સ્પેરો એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ પુરસ્કાર એવી વ્યક્તિઓને માન્યતા આપે છે જેમણે પર્યાવરણીય સંરક્ષણ અને સામાન્ય પ્રજાતિઓના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય.
ચકલીનું વૈજ્ઞાનિક નામ પાસર ડોમેસ્ટિકસ છે અને સામાન્ય નામ હાઉસ સ્પેરો છે.તેની ઉંચાઈ 16 સેમી અને પાંખો 21 સેમી છે.ચકલીનું વજન 25 થી 40 ગ્રામ છે. ચકલી અનાજ અને જંતુઓ ખાઈને જીવે છે. તેને શહેરો કરતાં ગામડાઓમાં રહેવું વધુ ગમે છે.
ચકલીનું વૈજ્ઞાનિક નામ પાસર ડોમેસ્ટિકસ છે. તે પાસેરાડેઈ પરિવારનો ભાગ છે. તે વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળે છે. તે લગભગ 15 સેમી છે, જેનો અર્થ છે કે તે ખૂબ નાનું છે. તે શહેરો કરતાં ગામડાઓમાં રહેવા માટે વધુ અનુકૂળ છે. તેનું મહત્તમ વજન 32 ગ્રામ સુધી છે. તે જંતુઓ અને અનાજ ખાઈને પોતાનું જીવન નિર્વાહ કરે છે.