1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કારગિલ વિજય દિવસના આજે 22 વર્ષ પૂર્ણ, રાષ્ટ્રપતિ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્રાસની લેશે મુલાકાત
કારગિલ વિજય દિવસના આજે 22 વર્ષ પૂર્ણ, રાષ્ટ્રપતિ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્રાસની લેશે મુલાકાત

કારગિલ વિજય દિવસના આજે 22 વર્ષ પૂર્ણ, રાષ્ટ્રપતિ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્રાસની લેશે મુલાકાત

0
Social Share
  • કારગિલ વિજય દિવસના આજે 22 વર્ષ પૂર્ણ
  • રાષ્ટ્રપતિ-ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ દ્રાસની લેશે મુલાકાત
  • વર્ષ 1999 માં મે અને જુલાઈની વચ્ચે થઇ હતી લડાઇ

શ્રીનગર :કારગિલ વિજય દીવસના આજે 22 વર્ષ પૂર્ણ થયા છે.તે પ્રસંગે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત દ્રાસ, કારગિલની મુલાકાત લેશે, જ્યાં બંને કારગિલ વિજય દિવસ સમારોહમાં ભાગ લેશે. કારગિલ દિવસના એક દિવસ પહેલા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે કારગિલ જિલ્લાના દ્રાસ સેક્ટરમાં નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી.

સેનાએ ટ્વિટ કર્યું છે કે, સીડીએસ જનરલ બિપિન રાવતે દ્રાસ સેક્ટરમાં નિયંત્રણ રેખાને અડીને આવેલા વિસ્તારની મુલાકાત લીધી હતી અને હાલની સુરક્ષા પરિસ્થિતિ અને સજ્જતાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન સીડીએસએ સૈનિકો સાથે વાતચીત કરી અને તેમના ઉચ્ચ મનોબળ બદલ અભિનંદન પાઠવ્યા. વર્ષ 2019 ની શરૂઆતમાં ખરાબ હવામાનને કારણે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ કારગિલ વિજય દીવસની ઉજવણીમાં ભાગ લઈ શક્યા ન હતા.

26 જુલાઇએ દર વર્ષે કારગિલ વિજય દીવસનું આયોજન કરવામાં આવે છે. આ તે જ દિવસ છે, જ્યારે ભારતીય સેનાએ કારગિલમાં તેની બધી પોસ્ટ્સ પરત મેળવી હતી, જે પાકિસ્તાન આર્મી દ્વારા કબજે કરવામાં આવી હતી. આ લડાઈ જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં વર્ષ 1999 માં મે અને જુલાઈની વચ્ચે થઈ હતી. તત્કાલીન પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ પરવેઝ મુશર્રફે પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફને જાણ કર્યા વિના કારગિલમાં ઘૂસણખોરી કરી હતી.

કારગિલ વિજય દીવસ નિમિત્તે ભારતીય સેનાએ કાશ્મીર ખીણમાં અને લદ્દાખના ખતરનાક પર્વતોમાં 1000 કિલોમીટરની મુસાફરી કરીને દ્રાસમાં એતિહાસિક કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે બે મેગા બાઇક રેલીઓ કરી હતી. એક ટુકડીનું નેતૃત્વ ઉતરી સેનાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય.કે. જોશી દ્વારા કરવામાં આવ્યું હતું, જે કારગિલ યુદ્ધના હીરો પણ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code