આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી,ગૂગલે પણ આ દિવસે બનાવ્યું ખાસ ડૂડલ
આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં ગૂગલે પણ આ પ્રસંગે ડૂડલ બનાવ્યું છે.Google Doodle એ વેલેન્ટાઇન ડે 2023 ને પાણીના ટીપાં દર્શાવતા આકર્ષક એનિમેટેડ ગ્રાફિક્સ સાથે ડૂડલ બનાવ્યું છે.ડૂડલમાં બે ઉદાસ પાણીના ટીપાને દૂર સુધી પડતા દર્શાવાયા છે.તે પછી તે બંને ટીપાં એકસાથે ખુશ દિવસ બનાવે છે.
ગૂગલ ડૂડલે તેના પેજ પર કહ્યું, “વરસાદ હોય કે તડકો, શું તમે મારા હશો?” આજે વેલેન્ટાઇન ડે ડૂડલ વર્ષનો સૌથી રોમેન્ટિક દિવસ ઉજવી રહ્યું છે જ્યારે વિશ્વભરના લોકો તેમના પ્રેમીઓ, મિત્રો માટે ભેટો, શુભેચ્છાઓ અને અન્ય માધ્યમ દ્વારા પ્રેમ વ્યક્ત કરી રહ્યાં છે.
દર વર્ષે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે.તે ત્રીજી સદીના રોમન સંત સેન્ટ વેલેન્ટાઇનની યાદમાં ઉજવવામાં આવે છે.સંત વેલેન્ટાઇન નામના એક અથવા બે પ્રારંભિક ખ્રિસ્તી શહીદોના માનમાં તે ખ્રિસ્તી તહેવારના દિવસ તરીકે શરૂ થયો હતો. જો કે, વર્ષોથી, તે વિશાળ સાંસ્કૃતિક, ધાર્મિક તેમજ રોમાંસ, પ્રેમ અને સંબંધોની યાદમાં ઉજવવામાં આવે છે.
17મી સદી સુધીમાં સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી થવા લાગી. જે બાદ તે આખી દુનિયામાં લોકપ્રિય બની હતી. આ સાથે ગૂગલે આ દિવસે પ્રેમની ઉજવણી કરનારાઓને અભિનંદન પાઠવ્યા અને આશા વ્યક્ત કરી કે આ દિવસે તમે તમારા ખાસ વ્યક્તિ સાથે ઉજવણી કરો અને આનંદ કરો.