1. Home
  2. ગુજરાતી
  3. ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી બેલેટ લૂંટનારાઓના સ્વપ્ન તૂટ્યાંઃ પીએમ મોદી
ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી બેલેટ લૂંટનારાઓના સ્વપ્ન તૂટ્યાંઃ પીએમ મોદી

ઈવીએમ મામલે સુપ્રીમ કોર્ટના આદેશથી બેલેટ લૂંટનારાઓના સ્વપ્ન તૂટ્યાંઃ પીએમ મોદી

0
Social Share

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે શુક્રવારે વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ ચકાસણીની માંગ કરતી તમામ અરજીઓને ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે ચૂંટણીમાં બેલેટ પેપર પર પાછા જવાની માંગને પણ ફગાવી દીધી હતી. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવીને વિપક્ષને આડે હાથ લીધુ હતું.

બિહારના અરરિયામાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “સુપ્રીમ કોર્ટનો નિર્ણય વિપક્ષના મોઢા પર થપ્પડ છે. લોકશાહીને લઈને આજનો દિવસ શુભ દિવસ છે. ઈન્ડિયા એલાયન્સના દરેક નેતાએ દેશની જનતાની માફી માંગવી જોઈએ.

તેમણે કહ્યું કે, “સુપ્રિમ કોર્ટે આજે જે કહ્યું તેનાથી કેટલાક લોકોના તમામ સપના ચકનાચૂર થઈ ગયા છે. હાઈકોર્ટે નોંધ્યું કે બેલેટ પેપર ફરી નહીં આવે. કેટલાક લોકોએ ઈવીએમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટે એવા લોકોની ઈચ્છા ઉપર પાણી ફેરવી નાખ્યું છે, જેમણે ઈવીએમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો આજે લોકશાહીનો વિજય દિવસ છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “આજે જ્યારે આખી દુનિયા ભારતની લોકશાહી, ભારતની ચૂંટણી પ્રક્રિયા, ચૂંટણીમાં ટેક્નોલોજીના ઉપયોગના વખાણ કરે છે, ત્યારે આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે EVMને બદનામ કરવામાં વ્યસ્ત હતા. લોકશાહી સાથે દગો કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. “

વડાપ્રધાને કહ્યું કે, “ઈન્ડિ ગઠબંધનના દરેક નેતાએ ઈવીએમને લઈને જનતાના મનમાં શંકા પેદા કરવાનું પાપ કર્યું છે, પરંતુ આજે દેશની લોકશાહી અને બાબા સાહેબ આંબેડકરના બંધારણની મજબૂતાઈ જુઓ, સુપ્રીમ કોર્ટે મતપેટીઓ લૂંટવાનો ઈરાદો ધરાવતા લોકોને ફટકો માર્યો છે. આરજેડી અને કોંગ્રેસના ગઠબંધનને ન તો દેશના બંધારણની પરવા છે કે ન તો લોકશાહીની. લોકોના અધિકારો છીનવી લેવાના બહાને અને ગરીબો, મતદાન મથકો લૂંટાયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code