
ગાંધીનગર મ્યુનિ.કોર્પો. અને મોરવાહડફની ચૂંટણીમાં ભાજપ સોશિયલ મીડિયાના સહારે
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન તેમજ મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચાર કેવી રીતે કરવો તે અંગે રાજકિય પક્ષો મુંઝવણ અનુભવી રહ્યા છે. કારણ કે રેલીઓ, જાહેર સભાઓ કે લોકોના ટોળાં ભેગા કરી શકાય તેમ નથી. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. પણ હજુ ચૂંટણી પ્રચારની ગરમી જોવા મળતી નથી. ભાજપે આ ચૂંટણીમાં ડિઝિટલ પ્રચારનું જોર લગાવ્યુ છે. અને સોશ્યલ મીડિયાનો પ્રચારમાં ભરપુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જણાવ્યું હતું કે કોરોનાને લીધે દેશ અને દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના લીધે ગુજરાત હજુ સેફ છે. કોરોનાકાળ દરમિયાન ભાજપના કાર્યકરોએ ફૂડ પેકેજથી માંડીને મજુરોને વતન જવા માટે સહયોગ પુરો પાડ્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા અને મોરવાહડફની પેટા ચૂંટણીમાં જે પણ પ્રકારે પ્રચાર કરવામાં આવશે, તેમાં સંક્રમણ ન વધે તેનું ધ્યાન રાખવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં દરેક મંત્રીઓને જવાબદારી આપી હોય એવી હાલના તબક્કે કોઇ વાત નથી પણ જરૂર પડશે તો એ પ્રકારે પણ કામગીરી કરવામાં આવશે. મહાનગર પાલિકા ગાંધીનગર અને મોરવાહડફની બેઠક ઉપર ડિજિટલ અને ફિઝિકલી બંને રીતે પ્રચાર કરવામાં આવશે. જો કે સંક્રમણ ન વધે તેનું ધ્યાન રાખવામાં આવશે. સરકાર પુરી સજાગ છે. સરકાર દ્વારા વેન્ટિલેટરથી માંડીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે