1. Home
  2. ગુજરાતી
  3. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ 8.3 ટકાનો રહી શકે છે: વર્લ્ડ બેન્ક

ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ 8.3 ટકાનો રહી શકે છે: વર્લ્ડ બેન્ક

0
Social Share
  • વર્લ્ડ બેન્કે કહી ભારતને લઈને મોટી વાત
  • કહ્યું ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ 8.3 ટકાનો રહી શકે છે
  • ભારતીય અર્થતંત્ર માટે સારી વાત

વર્લ્ડ બેન્ક દ્વારા ભારતીય અર્થતંત્રને લઈને મોટી વાત કહેવામાં આવી છે, વર્લ્ડ બેન્ક દ્વારા કહેવામાં આવ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ 8.3 ટકાનો રહી શકે છે. જો કે વર્લ્ડ બેન્કે જૂનમાં પણ આ જ અંદાજ રજૂ કર્યો હતો જેમાં કોઈ ફેરફાર કરાયો નથી.

વર્લ્ડ બેન્ક દ્વારા મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઉત્પાદનને વેગ આપવા ઉત્પાદન આધારિત પ્રોત્સાહનો તેમજ સરકારી રોકાણ સ્વદેશી માંગને ટેકો પૂરો પાડી શકે છે. ફુગાવાને કારણે આરબીઆઈની નાણાકીય નીતિ પર દબાણો સર્જાયેલા રહેશે. સાઉથ એશિયાની ઇકોનોમી 2021 અને 2022માં 7.1 ટકાનાં દરે વૃદ્ધિ પામશે તેવી ધારણા છે.

બેન્ક દ્વારા આવતા વર્ષે જીડીપી ગ્રોથ 7.5 ટકા અંદાજવામાં આવ્યો છે. બેન્કે કહ્યું હતું કે, ભારતમાં વેક્સિનેશન ઝુંબેશની ઝડપ કેવી રહે છે તેનાં પર આર્થિક વિકાસની ગતિનો આધાર છે. ધારણા કરતા ઊંચો ફુગાવો તેમજ બિનસંગઠિત સેક્ટરની ધીમી રિકવરી ગ્રાહકોનાં ખર્ચ કરવાની પેટર્ન માટે જોખમી પુરવાર થઈ શકે છે.

આવકમાં વધારો થતાં તેમજ કોરોનાના જોખમો ઘટતા રાજકોષીય ખાધમાં ઘટાડો થશે. ટ્રેન્ડ 10 ટકાથી વધુ રહેશે. વર્લ્ડ બેન્કે કહ્યું હતું કે ભારતમાં જ્યાં સુધી હર્ડ ઇમ્યૂનિટી હાંસલ કરવામાં ન આવે ત્યાં સુધી ઇકોનોમી પર વાદળો ઘેરાયેલા રહેશે. નાણાકીય વર્ષ 23 પછી અંદાજિત ગ્રોથ 7 ટકાની આસપાસ સ્થિર રહેશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code