1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. ભારતીય ફૂડનો ડંકો: દુનિયાની બેસ્ટ ક્યુઝિન યાદીમાં ભારત 13માં ક્રમે
ભારતીય ફૂડનો ડંકો: દુનિયાની બેસ્ટ ક્યુઝિન યાદીમાં ભારત 13માં ક્રમે

ભારતીય ફૂડનો ડંકો: દુનિયાની બેસ્ટ ક્યુઝિન યાદીમાં ભારત 13માં ક્રમે

0
Social Share

નવી દિલ્હીઃ ભારત તેની રહેણીકરણી, સંસ્કૃતિ અને ભાષાઓમાં જેટલી વિવિધતા ધરાવે છે, તેટલો જ બદલાવ અહીંના સ્વાદમાં પણ જોવા મળે છે. દરેક સ્થળની પોતાની પરંપરાગત અને અનોખી વાનગીઓ ભારતીય ફૂડ કલ્ચરને વિશ્વમાં ખાસ ઓળખ અપાવે છે. હવે ફૂડ પ્લેટફોર્મ ‘ટેસ્ટ એટલસ’ દ્વારા દુનિયાના 100 દેશોના શ્રેષ્ઠ ભોજનની નવી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતે ટોપ-20માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં પાકિસ્તાન ઘણું પાછળ રહી ગયું છે.

ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્વાદની સમૃદ્ધ વિરાસત ધરાવતા ભારતીય ભોજનને આ વૈશ્વિક યાદીમાં 4.43 રેટિંગ સાથે 13મું સ્થાન મળ્યું છે. ભારતીય ભોજન તેની સ્ટ્રીટ ફૂડથી લઈને પરંપરાગત વાનગીઓ સુધી સમગ્ર વિશ્વમાં પ્રવાસીઓમાં પ્રિય છે. આ પહેલા, વિશ્વની ટોપ-20 બેસ્ટ ચિકન ડિશની યાદીમાં ભારતની બટર ચિકન ડિશને 4.5 સ્ટાર રેટિંગ સાથે 5મું સ્થાન મળ્યું હતું. આ યાદીમાં ઈટાલિયન ફુડ પ્રથમ ક્રમે છે. જ્યારે બીજા ક્રમે ગ્રીક, ત્રીજા ક્રમે પેરુવિયન, ચાથો ક્રમે પોટુગીઝ અને પાંચમાં ક્રમે સ્પેનિશનો સમાવેશ થાય છે.

દુનિયાના 100 ટોપ દેશોના ભોજનની આ યાદીમાં પાડોશી દેશ પાકિસ્તાનનું નામ પણ સામેલ છે, પરંતુ અહીંના ક્યુઝિનને ટોપ-50માં પણ સ્થાન મળ્યું નથી. આ લિસ્ટમાં પાકિસ્તાનનું નામ 73મા નંબર પર છે અને તેને માત્ર 4.04 રેટિંગ મળ્યું છે. ‘ટેસ્ટ એટલસ’ દ્વારા 2025 અને 2026 માટેની એવોર્ડ વિનિંગ વર્લ્ડની 100 બેસ્ટ ડિશની યાદી પણ શેર કરવામાં આવી છે. આ યાદીમાં ભારતીય વાનગીઓએ ફરી એકવાર સન્માન મેળવ્યું છે. જેમાં પંજાબની વાનગી અમૃતસરી કુલચા 4.44 રેટિંગ સાથે 17માં ક્રમે છે. આ લિસ્ટમાં હૈદરાબાદી બિરયાનીનો સમાવેશ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code