1. Home
  2. ગુજરાતી
  3. ઈશરત જહાં એન્કાઉન્ટર કેસઃ ત્રણ પોલીસ અધિકારીઓને કોર્ટમાંથી મળી રાહત
ઈશરત જહાં એન્કાઉન્ટર કેસઃ ત્રણ પોલીસ અધિકારીઓને કોર્ટમાંથી મળી રાહત

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસઃ ત્રણ પોલીસ અધિકારીઓને કોર્ટમાંથી મળી રાહત

0
Social Share

અમદાવાદઃ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ કોર્ટે તત્કાલિન ઉચ્ચ પોલીસ અધિકારી તરૂણ બારોટ, જી.એલ.સિંઘલ અને અનાજુ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે. તેમજ કોર્ટે નોંધ્યું હતું કે, અધિકારીઓએ ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી છે. કોર્ટે કહ્યું ઈશરત જહાં લશ્કર-એ-તૈયબાની આતંકી હતી એ ઈનપુટ નકારી ન શકાય.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2004માં અમદાવાદના કોતરપુર વોટર વર્કસ પાસે પોલીસે એન્કાઉન્ટરમાં મહારાષ્ટ્રની ઈશરત જહાં સહિત ચાર કથિત આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. જેથી સીબીઆઈએ એન્કાઉન્ટર કેસમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી. દરમિયાન આઈપીએસ અધિકારી જીએલ સિંઘલ, સેવા નિવૃત્ત ડાવાઈએસપી તરુણ બારોટ અને એક સહાયક ઉપ નિરિક્ષક અંજુ ચૌધરીને વર્ષ 2004ના રોજ ઈશરત જાહાં એન્કાઉન્ટર કેસ મામલે CBI કોર્ટે ડિસ્ચાર્જ કર્યા છે.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ સેશન્સ કોર્ટમાં આઠ પોલીસ સામે કેસ કરવામાં આવ્યો હતો. 2004 પછી આઇપીએસ અધિકારી જી.એલ.સિંઘલ, નિવૃત્ત ડીવાયએસપી તરુણ બારોટ અને સહાયક સબ-ઇન્સ્પેક્ટર અંજુ ચૌધરી – 2004 સામે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સરકારે કાર્યવાહી કરવાની મંજૂરીનો ઇનકાર કરી દીધો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code