1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- હવે સિમ્પલ વેજીસની સબજી ખાઈને કંટાળ્યા છો તો હવે ટ્રાય કરો વેજીસ ચિઝ બકેટ, ખૂબ જ ઈજી રીતે બની જશે
કિચન ટિપ્સઃ- હવે સિમ્પલ વેજીસની સબજી ખાઈને કંટાળ્યા છો તો હવે ટ્રાય કરો વેજીસ ચિઝ બકેટ, ખૂબ જ ઈજી રીતે બની જશે

કિચન ટિપ્સઃ- હવે સિમ્પલ વેજીસની સબજી ખાઈને કંટાળ્યા છો તો હવે ટ્રાય કરો વેજીસ ચિઝ બકેટ, ખૂબ જ ઈજી રીતે બની જશે

0
Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે શિયાળામાં દરેક શાકભાજી આવે છે જો કે આપણે દરેક શાકભઆજી ખાઈએ પણ છે પરંતુ જો શાકભાજીને ઈટાલીયન સ્ટાઈલમાં નવા ફઓર્મમમાં બનાવામાં આવે તો તમને નવો સ્વાદ મળી રહે શે, એટલા માટે આજે  વેજીસ ચિઝ બકેટની રેસીપી જોઈશું  જે બનાવામાં તો સરળ છે પ ણખાવામાં આગળા ચાટતા રહી જશો તેટલું ટેસ્ટી છે.

સામગ્રી

  • 1 કપ – લીલા વટાણા
  • 1 કપ – જીણું સમારેલું ગાજર
  • 1 કપ – નાની સમારેલી બીન્સના ટૂકડાઓ
  • 1 કપ- જીણું સમાલેરું ફ્લાવર
  • 1 કપ- મકાઈના દાણા
  • 1 કપ – જીણુ સમારેલા કેપ્સિકમ મરચા
  • 1 કપ – મોઝરેલા ચિઝ
  • 2 નંગ – ચિઝની સ્લાઈસ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 2 ચમચી – ચીલી ફ્લેક્શ
  • 1 ચમચી ઓરેગાનો
  • 2 ચમચી – માયોનિઝ ચીઝ
  • 3 ચમચી- તેલ
  • 1 ચમચી – જીરું
  • 1 ચમચી ઓરેગાનો
  • 4 નંગ – વ્હાઈટ બ્રેડ
  • 2 ચમચી – ટામેટા સોસ
  • 4 કપ વ્હાઈટ સોસ

વ્હાઈટ સોસ બનાવા માચટે એક કઢાઈમાં  2 ચમચી બટર લો તેમાં 3 ચમચી મેંદો શેકીલો હવે તેમાં 3 કપ જેટલું દુધ ઘીરે ઘીરે એડ કરતા જાવ અને ચમચા વડે બરાબર મિક્ કરો જેથી ગાઠ્ઠા ન પડે,આ રીતે ઘટ્ટ સોસ તૈયાર થશે,હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓરેગાનો અને તચીલી ફ્લેક્સ સ્વાદ પ્રમાણે નાખીદો,

સૌ પ્રથમ તો વટાણા, ગાજર, ફુલેવર, મકાઈના દાણા અને બીન્સને પાણીમાં મીઠું નાખી બાફઈલો ત્યાર બાદ તેને કાણા વાળા વાસણમાં નીતારીલો.

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને જીરુ લાલ કરો, ત્યાર બાદ તેમાં કેપ્સિકમ મરચાને બરાબર સાંતળઈ લો, હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ નાખીને બાફેલા શાકભાજી એડ કરીને બરાબર  મિક્સ કરીને ગેસ બંધ કરીદો,શાકભાજી પહેલા બાફી લીધા છે એટલે તેને વધારે કપાવાની જરુર નથી.

હવે આ શાકભાજીમાં મોઝરેલા ચિઝ એડ કરીને ચમચા વડે બરાબર મિક્સ કરીદો ,ગેસ બંધ જ રાખવો

હવે 4 બ્રેડની કોર કાઢીલો, દવે એક ચોરસ શેપનું કોઈ પણ વાસણ ડબ્બો  કે મોલ્ડ લો.

આ વાસણમાં  પહેલા એક બ્રેડ મૂકો, તેના પર માયોનિઝ ચિઝ લગાવો અને એક ચિઝની સ્લાઈસ રાખો. હવે તેના પર વેજીસ બરાબર મૂકીને બીજી બ્રેડની સ્લાઈસ રાખીદો,

ત્યાર બાદ બીજા નંબરની બ્રેડની સ્લાઈસ પર ટામેટા સોસ બરાબર લગાવીદો અને તેના પર થોડું વેજીસ સ્ટફિંગ રાખીદો, ત્યાર બાદ તેના પર ફરી ત્રીજી બ્રેડ રાખીદો

હવે આ ત્રીજી બ્રેડ પર ચિઝની સ્લાઈસ ગોઠલો તેના પર માયોનિઝ લગાવો અને વેજીસનું સ્ટફિંગ બરાબર રાખીદો, હવે તેના પર ચોથી બ્રેડની સ્લાઈસ લગાવીદો.

હવે જે વ્હાઈટ સોસ બનાવ્યો છે તેને આ બ્રેડ વાળઈ બકેટ પર બરાબર રેડી દો ત્યાર બાદ આ મોલ્ડ કે ડબ્બાને કોઈ ઢાકણથી કવર કરીને 20 મિનિટ ઓવનમાં એથવા તો પેન ગરમ કરી તેમાં ગરમ કરીલો,તૈયાર છે તમારું વેજીસ ચીઝ બકેટ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code