1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતના ઉદયને તાકાતથી હેતુપૂર્વક આગળ વધારવા અદાણી યુનિવર્સિટીના સ્નાતકોને પ્રીતિ અદાણીની હાકલ
ભારતના ઉદયને તાકાતથી હેતુપૂર્વક આગળ વધારવા અદાણી યુનિવર્સિટીના સ્નાતકોને પ્રીતિ અદાણીની હાકલ

ભારતના ઉદયને તાકાતથી હેતુપૂર્વક આગળ વધારવા અદાણી યુનિવર્સિટીના સ્નાતકોને પ્રીતિ અદાણીની હાકલ

0
Social Share

અમદાવાદ : અમદાવાદ ખાતે શાંતિગ્રામમાં આવેલી અદાણી યુનિવર્સિટીનો બીજો દીક્ષાંત સમારોહ  શનિવારે યુનિવર્સિટીના સભાગૃહમાં યોજાયો હતો, જેમાં પ્રતિષ્ઠિત ત્રણ યુનિવર્સિટીના પદક વિજેતા મળી ૮૭ સ્નાતક વિદ્યાર્થીઓની સિદ્ધિઓને તેઓના પરિવારો, ફેકલ્ટી, ગવર્નિંગ બોડીના સભ્યો, અગ્રગણ્યઉદ્યોગકારો અને આમંત્રિત મહેમાનોની હાજરીમાં બિરદાવવામાં આવી હતી..

અદાણી યુનિવર્સિટીના પ્રમુખ અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ જી. અદાણીના અધ્યક્ષપદે યોજાયેલા આ દિક્ષાંત સમારોહમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટના ૭૯ એમબીએ સ્નાતકો અને કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટના ૮ એમ.ટેક સ્નાતકોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

પ્રમુખપદેથી સંબોધન કરતા ડૉ.પ્રીતી અદાણીએ ભારતની માળખાગત સુવિધાઓ અને વિકાસના પરીપ્રેક્ષ્યમાં  ડિજિટલ પરિવર્તન, ટકાઉપણું અને લોકો-કેન્દ્રિત સિસ્ટમો સાથે થઇ રહેલા ગહન પરિવર્તનો તરફ ધ્યાન દોરી તેને ફરીથી વ્યાખ્યાયિત કરતા   જણાવ્યું હતું કે આ ફેરફારો રાષ્ટ્રીય પ્રગતિનું કેન્દ્ર બની રહ્યા છે માળખાગત સુવિધાઓ આખરે સમાજની સેવા કરે છે તેના પર ભાર મૂકતા . તેમણે જણાવ્યું હતું કે કનેક્ટિવિટી અને સુવિધાથી વિશેષ અહીં વધુ મુશ્કેલ જવાબદારીઓ રહેલી છે ત્યારે આપણે એવી સિસ્ટમોનું નિર્માણ કરીએ કે જેનાથી લોકો સ્વાસ્થ્ય સુધાર, સલામતી અને તકનો લાભ લઈ શકે. ડો. પ્રીતી અદાણીએ કહ્યું હતું કે હવે પ્રગતિ ફક્ત ગતિ, સ્કેલ કે કાર્યક્ષમતા દ્વારા નહીં પરંતુ આપણા નાગરિકો કેટલી સારી રીતે જીવન જીવે છે તેના આધારે પણ માપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે માળખાગત સુવિધાઓના આગામી દાયકા વધુ નિર્માણ વિશે નથી;  પણ વધુ ઉત્તમ નિર્માણ વિશે છે. ભારતની સભ્યતાની ઊંડાઈને શક્તિ અને પ્રેરણાના સ્ત્રોત તરીકે પ્રસ્તુત કરતા  ડૉ. અદાણીએ વિદ્યાર્થીઓને પોતાની જાતને ઉભરતા ભારત માટે યોગદાતા તરીકે જોવા અનુરોધ કર્યો હતો..  અદાણી ગ્રુપના ઇન્ડોલોજી મિશન અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા સાથે આ મંથન ઊંડે સુધી સુસંગત છે.

તમે એવી સંસ્કૃતિના વારસદાર છો જેણે ગહન કલ્પના કરીને  હિંમતભેર નિર્માણ કર્યું છે અને નૈતિક રીતે તેનું નેતૃત્વ કર્યું છે. આ વિરાસતને તમારી કારકિર્દી સાથે -નોસ્ટાલ્જીયા અથવા ઇતિહાસ તરીકે નહીં, પરંતુ જવાબદારી તરીકે જોડો. એપ્લિકેશન-લક્ષી સંશોધનને અનુસરી  આંતરશાખાકીય વિચારસરણી અપનાવવા અને હેતુ અને નીતિશાસ્ત્રમાં મૂળ નવીનતા સાથે ભારતના વિકાસને આગળ વધારવા માટે તેમણે સ્નાતકોને પ્રોત્સાહિત કર્યા. હતા. ડૉ. અદાણીએ સંશોધન, સહયોગ અને ઉદ્યોગ-સંકલિત શિક્ષણના વિસ્તાર માટે  ભવિષ્યના  તૈયાર કેમ્પસ માટેની યુનિવર્સિટીની યોજનાઓની રુપરેખાનો પુનરોચ્ચાર કર્યો હતો.

 ક્વોલકોમ ઇન્ડિયાના પ્રમુખ શ્રી સવી એસ સોઇનએ કરેલા દીક્ષાંત સંબોધનમાં વિદ્યાર્થીઓ અને ચંદ્રક વિજેતાઓને અભિનંદન આપી અદ્યતન તકનીકો, સેમિકન્ડક્ટર અને ગતિશીલતાથી લઈ AI, કનેક્ટિવિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધીના ક્ષેત્રમાં આગળ વધી રહેલા ભારતના ઝડપી નેતૃત્વ પર પ્રકાશ પાડ્યો હતો.  તેમણે જણાવ્યું હતું કે ભારત સેમિકન્ડક્ટર, AI, ગતિશીલતા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેના નેતૃત્વને વેગ આપી રહ્યું છે, તે સાથે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચેની  હિસ્સેદારી પહેલાથી વધુ મહત્વની બને છે. અદાણી યુનિવર્સિટીનો બહુ-શાખાકીય અભિગમ સ્નાતકોને ફક્ત આ પરિવર્તનમાં સામેલ કરવા માટે જ નહીં  પરંતુ તેનું નેતૃત્વ કરવા માટે સજ્જ કરે છે. શ્રીસોઇનએ નવીનતા, અનુકૂલનક્ષમતા અને ભારતના વાસ્તવિક-વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે તેવા જ દૃષ્ટિકોણ સાથે વિદ્યાર્થીઓને સતત શિક્ષણ, સિસ્ટમ વિચારસરણી, નૈતિક નેતૃત્વ અને ટકાઉપણા વિષે જાગૃતિને કેન્દ્રમાં રાખી આધુનિક, સ્થિતિસ્થાપક ભારત બનાવવા માટે જરૂરી કૌશલ્યો કેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.

 ૨૦૨૨ માં સ્થપાયેલી અદાણી યુનિવર્સિટી ભવિષ્ય માટે તૈયાર શિક્ષણના એક કેન્દ્ર તરીકે ઉભરી રહી છે, જે ઝડપથી  પરિવર્તન કરતી દુનિયા માટે નેતૃત્વને આકાર આપવા માટે ટેકનોલોજી, સંશોધન અને ઉદ્યોગ જોડાણને એકીકૃત કરે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code