1. Home
  2. ગુજરાતી
  3. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં નોવેલ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ ડ્રગનું વેચાણ કરવા માટે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં નોવેલ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ ડ્રગનું વેચાણ કરવા માટે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં નોવેલ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ ડ્રગનું વેચાણ કરવા માટે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા

0
Social Share

અમદાવાદ : ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ) એ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાં વોનોપ્રાઝનનું વેચાણ કરવા માટે ટકેડા સાથે બિન-વિશિષ્ટ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યો છે. વોનોપ્રાઝન એ નોવેલ પોટેશિયમ-કોમ્પિટિટિવ એસિડ બ્લોકર (P-CAB) છે, જેનો ઉપયોગ એસિડ સંબંધિત વિકૃતિઓ – ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) ની સારવાર માટે થાય છે. આ કરાર મુજબ ટોરેન્ટ પોતાના ટ્રેડમાર્ક, કબવી (Kabvie) હેઠળ વોનોપ્રાઝનનું વેચાણ કરશે.

વર્ષ 2019 માં ઈન્ડિયન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સ્ટડી રિપોર્ટ મુજબ ભારતીય વસ્તીમાં GERD નો વ્યાપ લગભગ 8.2% છે, જે શહેરી વસ્તીમાં લગભગ 11.1% જેટલો વધારે છે. AWACS MAT એપ્રિલ-2024 ના ડેટા મુજબ ભારતીય ચિકિત્સા માર્કેટમાં GERD ની સારવાર પાછળ થતો ખર્ચ રૂપિયા 8,064 કરોડ જેટલો છે. જે છેલ્લા 4 વર્ષમાં 8% CAGR ના દરે વધી રહ્યો છે. હાલમાં પેન્ટોપ્રાઝોલ (પ્રોટોન પંપ ઇન્હિબિટર્સ) જેવી સારવારનો ઉપયોગ GERD ની સારવાર માટે થાય છે. ત્યારે કબવી જેવા P-CAB ની ઉપલબ્ધતા ભારતીય વસ્તી માટે GERD ની નવી અને અસરકારક સારવાર સુલભ બનાવશે.

આ કરાર અંગે માહિતી આપતા ટોરેન્ટના ડિરેક્ટર અમન મહેતાએ જણાવ્યું હતું કે, “અમને ભારતીય દર્દીઓ માટે આ નવીન સારવારનું વેચાણ કરવામાં આનંદ થાય છે. મને વિશ્વાસ છે કે કબવી (Kabvie)નું લોન્ચિંગ GERD ના રોગની સારવારને અસરકારક બનાવશે અને સારવારના આર્થિક બોજને ઘટાડવામાં મદદ કરશે. સાથે જ ભારતીય ફાર્માસ્યુટિકલ માર્કેટમાં અગ્રણી કંપની તરીકેની અમારી હાજરીનો વ્યાપ વધારવાની સાથે, અમારા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ તકોને વધુ મજબૂત બનાવશે.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code