1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે સેમાગ્લૂટાઇડના ઓરલ અને ઇન્જેક્ટેબલ સ્વરૂપો લોન્ચ કર્યા
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે સેમાગ્લૂટાઇડના ઓરલ અને ઇન્જેક્ટેબલ સ્વરૂપો લોન્ચ કર્યા

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે સેમાગ્લૂટાઇડના ઓરલ અને ઇન્જેક્ટેબલ સ્વરૂપો લોન્ચ કર્યા

0
Social Share

અમદાવાદ, 21 માર્ચ 2026: ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે આજે ભારતમાં તેના સેમાગ્લૂટાઇડ બ્રાન્ડ્સ – સેમ્બોલિક અને સેમાલિક્સ – ને ઓરલ અને ઇન્જેક્ટેબલ બંને સ્વરૂપોમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ લોન્ચ સાથે કંપનીએ ટાઇપ-2 ડાયાબિટીસ અને મેદસ્વિતા જેવા મેટાબોલિક રોગોના ક્ષેત્રમાં પોતાની હાજરી વધારી છે.

લૉન્ચ અંગે ટિપ્પણી કરતા, અમલ કેલશિકર, સીઈઓ – ઇન્ડિયા બિઝનેસ, ટોરેન્ટ ફાર્મા, એ જણાવ્યું કે, “મેટાબોલિક રોગો ભારતમાં સૌથી મોટા આરોગ્ય પડકારોમાંના એક છે, જ્યાં આપણી  વસ્તીનો મોટો હિસ્સો ટાઇપ-2 ડાયાબિટીસથી પ્રભાવિત છે. જીએલપી-1 થેરાપી સેગમેન્ટમાં અમારો પ્રવેશ, જટિલ મેટાબોલિક પરિસ્થિતિઓનું સારવાર કરતા ડૉક્ટર્સ માટે કિફાયતી કિંમતે વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની ટોરેન્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમને ગર્વ છે કે અમે આ સારવાર ઓરલ અને ઇન્જેક્ટેબલ બંને સ્વરૂપોમાં આપી રહ્યા છીએ, જે ડૉક્ટર્સને દર્દીઓની સારવાર માટે વધુ સારા વિકલ્પો આપે છે.”

જીએલપી-1 (ગ્લુકાગોન-લાઈક પેપ્ટાઇડ-1) રિસેપ્ટર એગોનિસ્ટ, ટાઇપ 2 ડાયાબિટીસ અને મોટાપાના મેનેજમેન્ટ માટે વપરાતી પ્રિસ્ક્રિપ્શન દવાઓ છે. આ દવાઓ ઇન્સ્યુલિન વધારવામાં, ગ્લુકાગોન ઘટાડવામાં અને ભૂખ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ દવાઓ હિમોગ્લોબિન A1c (HbA1c) ઘટાડવામાં, વજન ઓછું કરવામાં અને જીએલપી-1 હોર્મોન જેવી અસર કરીને હૃદયસંબંધિત સમસ્યાઓનો જોખમ ઘટાડવામાં અસરકારક સાબિત થઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code