Site icon Revoi.in

વ્યવસ્થિત રોકાણ યોજનામાં કુલ રોકાણ પહેલી વખત 26 હજાર કરોડને પાર

Social Share

નવી દિલ્હીઃ ડિસેમ્બર મહિનામાં S.I.P. એટલે કે, વ્યવસ્થિત રોકાણ યોજનામાં કુલ રોકાણ પહેલી વખત 26 હજાર કરોડ રૂપિયાના આંકડાને પાર થયો છે. ડિસેમ્બરમાં કુલ માસિક રોકાણની રકમ વધીને 26 હજાર 459 કરોડ રૂપિયા થઈ છે. નવેમ્બરમાં આ રોકાણની રકમ 25 હજાર 320 કરોડ રૂપિયા હતી.

એસોસિએશન ઑફ મ્યૂચ્યૂઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા- A.M.F.I. દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ, આ સમયગાળામાં ઑપન એન્ડેડ અક્વિટી મ્યૂચ્યૂઅલ ફંડમાં સૅક્ટોરલ અને સ્મૉલ-કૅપ યોજનામાં વધુ રોકાણના કારણે કુલ રોકાણ વધીને 41 હજાર 156 કરોડ રૂપિયા થયું છે.