1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉનાળાની ગરમીને લીધે દમણના દેવકા અને જમપોર બીચ પર પ્રવાસીઓ ઉમટી પડ્યા,
ઉનાળાની ગરમીને લીધે દમણના દેવકા અને જમપોર બીચ પર પ્રવાસીઓ ઉમટી પડ્યા,

ઉનાળાની ગરમીને લીધે દમણના દેવકા અને જમપોર બીચ પર પ્રવાસીઓ ઉમટી પડ્યા,

0
Social Share

સુરતઃ ઉનાળાના વેકેશનમાં હાલ રાજ્યના તમામ પ્રર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે. જેમાં દમણના બીચ ગુજરાતીઓ માટે ફેવરીટ પ્રવાસન સ્થળ બન્યું છે. ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણ ઉમટી પડ્યા છે. મીની ગોવા તરીકે ઓળખાતા દમણમાં પ્રવાસીઓની ભીડ ઉમટતા 2 વર્ષ બાદ પ્રવાસને વેગ પકડ્યો છે. દમણમાં ઐતિહાસિક કિલ્લા, દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે. દમણમાં સમર વેકેશનની મજા માણવા અમદાવાદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. જમપોર અને દેવકાના દરિયા કિનારે પ્રવાસીઓ ઉમટતા રોનક જોવા મળી રહી છે.

ગુજરાતમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોચી જતા અને ઉનાળાનું વેકેશન હોવાથી લોકો દરિયાના બીચની મોજ માણવા માટે ગોવા ઉપરાંત દમણ જઈ રહ્યા છે. દમણ નજીક હોવાથી તેમજ ગોવા કરતા સસ્તુ હોવાથી ગુજરાતના પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ બની ગયું છે. દમણમાં હાલ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જેના કારણે 2 વર્ષથી ઠપ પડેલા દમણ પ્રવાસનને પણ વેગ મળ્યો છે. એક તરફ શાંત દરિયો અને બીજી તરફ આથમતો સૂરજ. આ નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારાનો છે.

રાજ્યના પડોશમાં આવેલો નાનકડો સંઘપ્રદેશ દમણ પર્યટન માટે ખૂબ જ જાણીતું નામ છે. દરિયા કિનારે આવેલો હોવાથી આ નાનકડો સંઘપ્રદેશ પર્યટન માટે દેશભરમાં જાણીતો છે અને દેશભરના પર્યટકો દમણની મુલાકાત લે છે. દમણના દરિયા કિનારાની સુંદરતા જોઈ અને દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થતો રહે છે. આથી દમણ મીની ગોવા તરીકે પણ ઓળખાય છે. પર્યટકોને આકર્ષવા માટે દમણમાં ઐતિહાસિક કિલ્લો, દેવકા બીચ અને જમપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની સાથે સુંદર અને સ્વચ્છ દરિયાકિનારો હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે. સાથે જ પ્રદેશમાં દારૂની પણ છૂટ હોવાથી મોટી સંખ્યામાં શોખીનો દર વર્ષે દમણની મુલાકાત લે છે. ત્યારે દમણમાં સમર વેકેશનમાં હાલ અમદાવાદ, વડોદરા, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.

ટૂર-ટ્રાવેલ્સ ઓપરેટરોના જણાવ્યા મુજબ  સંઘ પ્રદેશ દમણના બીચ પર હાલ આહલાદક વાતાવરણ છે. દમણના દરિયા કિનારે લોકો ઠંડા પવનની મોજ માણી રહ્યાં છે. છેલ્લા 2 વર્ષથી સંઘ પ્રદેશ દમણના પર્યટન ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડયો હતો. કોરોનાને કારણે સાત મહિનાથી દમણના પર્યટન સ્થળો સૂમસામ ભાસી રહ્યા હતા. આથી મોટેભાગે પર્યટન પર જ નિર્ભર આ પ્રદેશના હોટલ ઉદ્યોગ અને અન્ય સંબંધિત ઉદ્યોગ પણ મુશ્કેલીમાં હતો. જોકે આ વખતે ફરી એક વખત આ નાનકડા પર્યટન સ્થળની રોનક પરત ફરી રહી છે. ફરી એક વખત દમણના દરિયા કિનારા પર્યટકોથી ઉભરાઈ રહ્યા છે. પર્યટકો ફરી એક વખત આ સુંદર નાનકડા પ્રદેશની મુલાકાત લેવાની શરૂઆત થઇ છે. પ્રદેશના જમપોર અને દેવકા દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે. સમર વેકેશનના માહોલમાં ફરી વખત દમણની રોનક પરત ફરી રહી છે. પર્યટકો પરિવાર સાથે દમણની મુલાકાત લઈ રહ્યા છે. જેથી નાના વેન્ડરથી લઈને દમણવાસીઓને આર્થિક ફાયદો થઇ રહ્યો છે. હોટલ ઉદ્યોગમાં પણ અત્યારે ઉત્સાહનો માહોલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code