1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીના ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લામાં હવે પ્રવાસીઓને મળશે ખાણી-પીણીની મજા – આજથી રેસ્ટોરન્ટનો થશે આરંભ
દિલ્હીના ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લામાં હવે પ્રવાસીઓને મળશે ખાણી-પીણીની મજા – આજથી રેસ્ટોરન્ટનો થશે આરંભ

દિલ્હીના ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લામાં હવે પ્રવાસીઓને મળશે ખાણી-પીણીની મજા – આજથી રેસ્ટોરન્ટનો થશે આરંભ

0
Social Share
  • હવે લાલ કિલ્લામાં પ્રવાસીઓ ફરવાની સાથે ખાવાની મજા લઈ શકશે
  • ઈતિહાસમાં પ્રથમ વખત બનશે આવું
  • આજથી શરુ કરાશે રેસ્ટોરન્ટની સેવાઓ

દિલ્હીઃ- દેશભરના પ્રવાસીઓ માટે દિલ્હીનો લાલકિલ્લો ફરવા માટેનું બેસ્ટ ઐતિહાસિક સ્થળ છે, જોકે પ્રવાસીઓ માટે અહી ખાણી પીણીની વ્યવસ્થા ન હતી આ સહીત તેઓ ઘરેથી પણ કોઈ પમ પ્રકાના ફૂડ લાવી શકતા ન હતા જો કે હવે કેન્દ્રએ પ્રવાસીઓની આ સમસ્યાને ગંભીરતાથી લઈને મહત્વનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત માહતી પ્રમાણે હવે લાલકિલ્લામાં પ્રવાસીઓ ફરવાની સાથે સાથે ખાણી પીણીની પણ મજા માણી શકશે.હવેથી લાલ કિલ્લામાં જ એક ખાસ રેસ્ટોરન્ટ હશે, જ્યાં તમે ખાવા-પીવાની મજા માણી શકશો અને સારો સમય વિતાવી શકશો. ખાસ વાત એ છે કે આ સાથે લાલ કિલ્લો દેશનું પહેલું એવું સ્મારક બની ગયું છે જ્યાં રેસ્ટોરન્ટ પણ હશે.

આજથી દિલ્હીના ઐતિહાસિક સ્મારક લાલ કિલ્લામાં આજથી આ રેસ્ટોરન્ટ શરૂ થઈ રહી છે.તે ચટ્ટા બજારના ગ્રાઉન્ડ ફ્લોર પર બનાવવામાં આવી છે. તેની શરૂઆતનો સમય લાલ કિલ્લા પ્રમાણે નિર્ઘારિત રહેશે. એટલે કે સવારે 7 થી સાંજના 5 વાગ્યા સુધી અહી ખાણી પીણીના મજા માણી શકાશે. જે રીતે સોમવારે લાલ કિલ્લો બંધ રહે છે, તેવી જ રીતે આ રેસ્ટોરન્ટ પણ સોમવારે બંધ રહેશે.

આ રેસ્ટોરન્ટ કેફે દિલ્હી હાઇટ્સનું નવું આઉટલેટ હશે. એવું કહેવામાં આવ્યું છે કે તેને મુઘલ સ્મારકની જેમ જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેની દિવાલો પર ઐતિહાસિક માહિતી પણ નોંધવામાં આવી છે.આ રેસ્ટોરન્ટનું ફૂડ સંપૂર્ણપણે શાકાહારી હશે. અહીંનું મેનુ દરેક રાજ્યની પ્રખ્યાત વાનગીઓના આધારે જણાવવામાં આવી રહ્યું છે.અહી તમે મેગી, વડાપાવ જેવી જાણતી વાનગીઓ અને પ્રચલીત વાનગીઓનો સ્વાદ માણી શકશો.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code