1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. GSTના સપ્ટેમ્બરના રિટર્નમાં ક્રેડિટના મુદ્દે જાહેરાત બાદ પરિપત્ર ન કરાતા વેપારીઓ પરેશાન

GSTના સપ્ટેમ્બરના રિટર્નમાં ક્રેડિટના મુદ્દે જાહેરાત બાદ પરિપત્ર ન કરાતા વેપારીઓ પરેશાન

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં જીએસટીના રિટર્ન ક્રેડિટના મુદ્દે સરકારે જાહેરાત બાદ પણ હજપ સુધી પરિપત્ર ન કરતા વેપારીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે. જે વેપારીઓએ જીએસટીની ક્રેડિટ લેવાની રહી ગઈ હોય તેવા કિસ્સામાં સપ્ટેમ્બરમાં ભરવાના થતાં રિટર્નમાં તેનો ઉલ્લેખ કરવાનો હોય છે. જે અંગેની કેન્દ્ર સરકાર દ્વારા મુદત વધારવાની જાહેરાત કરવામાં આવી હોવા છતાં સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં નહીં આવતા વેપારીઓની સાથે ટેક્સ કન્સલ્ટન્ટ પણ મુંઝવણમાં મુકાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન જે કરદાતાઓને જીએસટીની ક્રેડિટ લેવાની રહી ગઇ હોય તેમણે સપ્ટેમ્બરના રિટર્નમાં ગણતરી કરીને લઇ શકે છે. જેને વેપારીઓ સપ્ટેમ્બર માસના રિટર્નમાં એટલે કે 20 ઓકટોબર પહેલા ભરવામાં આવતા રિટર્નમાં આઇટીસી ક્રેડિટ અંગે જાણ કરવાની હોય છે. આ અંગે બે માસની મુદત વધારવાની જાહેરાત જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવી હતી. જેના કારણે કરદાતાઓ અને વેપારીઓએ ડિસેમ્બર માસમાં રિટર્ન ફાઇલ કરી ક્રેડિટ લઇ શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આ અંગેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં ન આવતા વેપારીઓની બાકી રહી ગયેલી ક્રેડિટ લેવા માટે મુંઝવણમાં મુકાયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જીએસટી કાઉન્સિલમાં ક્રેડિટના મુદ્દે જાહેરાત કરવામાં આવી હતી. અને વેપારીઓને ક્રેડિટ આપવાનો નિર્ણય લેવાયા બાદ પણ નાણા વિભાગ દ્વારા હજુ પરિપત્ર કરવામાં આવ્યો નથી. વેપારીઓના કહેવા મુજબ જીએસટી ડિપાર્ટમેન્ટ પાસે પડેલી અમારી ક્રેડિટ લેવાની હોય તો મુદત બાદ પણ રાહ જોવી પડે છે. જ્યારે એડવાન્સ ટેક્સ માટે ઉતાવળ કરે છે. બે મહિનાનો વધારો કરાયો હોવા છતાં હજુ સુધી પરિપત્ર થયો નથી.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code