1. Home
  2. ગુજરાતી
  3. અભિષેક બચ્ચનની ફિલ્મ ‘દસવી’નું ટ્રેલર થયું રિલીઝ
અભિષેક બચ્ચનની ફિલ્મ ‘દસવી’નું ટ્રેલર થયું રિલીઝ

અભિષેક બચ્ચનની ફિલ્મ ‘દસવી’નું ટ્રેલર થયું રિલીઝ

0
Social Share
  •  રિલીઝ થયું દસવીનું જોરદાર ટ્રેલર
  • અભિષેક બચ્ચનની એક્ટિંગે સૌને ચોંકાવ્યા
  • 7 એપ્રિલે Netflix પર ફિલ્મ થશે રિલીઝ

મુંબઈ:અભિષેક બચ્ચનની ફિલ્મ ‘દસવી’નું ટ્રેલર આજરોજ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 7 એપ્રિલે Netflix પર રિલીઝ થશે.આ ફિલ્મમાં અભિષેક બચ્ચન ઉપરાંત યામી ગૌતમ અને નિમરત કૌર પણ મહત્વના રોલમાં છે. ટ્રેલર વીડિયોની વાત કરીએ તો, ફિલ્મમાં તમને અભિષેક બચ્ચનનો એક જાટ વ્યક્તિ તરીકેનો અવતાર જોવા મળશે.

લગભગ 2 મિનિટ 37 સેકન્ડના ટ્રેલરને જોતા સમજી શકાય છે કે આ ફિલ્મમાં અભિષેક બચ્ચન એક અભણ નેતા ગંગારામ ચૌધરીની ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆત એક સનસનાટીભર્યા સમાચારથી થાય છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે,આજે સવારના સૌથી મોટા સમાચાર એ છે કે શિક્ષક ભરતી કૌભાંડમાં SITની તપાસ સુધી મુખ્યમંત્રી ગંગારામ ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યા છે. જે બાદ અભિષેક બચ્ચનની એન્ટ્રી થાય છે. આ પછી ગંગારામ ચૌધરીના સંઘર્ષની વાર્તા શરૂ થાય છે અને તે જેલમાં જ પરીક્ષાની તૈયારી કરવા લાગે છે.

ટ્રેલર જોઈને લાગે છે કે અભિષેકે જાટના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. તેની ડાયલોગ ડિલિવરી પણ શાનદાર છે.ફિલ્મમાં યામી ગૌતમ ઓફિસરનો રોલ કરી રહી છે.તે એક રફ-ટફ જેલર જેવી પણ દેખાઈ રહી છે.અભિનેત્રી નિમ્રત કૌર પણ અભિષેકની પત્ની બિમલા દેવીના પાત્રમાં તેના લુકને ન્યાય કરતી જોવા મળે છે.ટ્રેલરમાં તમામ પાત્રોને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code