
- બચ્ચન પાંડેનું ટ્રેલર થયું રિલીઝ
- પહેલીવાર જોવા મળ્યો અક્ષય કુમારનો ખતરનાક લૂક
- આ ફિલ્મ આ હોળી પર સિનેમાઘરોમાં મચાવશે ધમાલ
મુંબઈ:અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અક્ષયનો આવો ખતરનાક લુક પહેલીવાર જોવા મળ્યો છે.આ ફિલ્મમાં અરશદ વારસી, જેકલીન ફર્નાન્ડીઝ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ હોળી પર સિનેમાઘરોમાં ધમાલ મચાવશે.
આજે ફિલ્મના નિર્માતા સાજીદ નડિયાદવાલાનો જન્મદિવસ છે.તેથી જ તેના જન્મદિવસના ખાસ અવસર પર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. બચ્ચન પાંડેનું ટ્રેલર તેના સોશિયલ મીડિયા પર શેર કરતાં અક્ષય કુમારે લખ્યું, ધૂમ ધડકા રંગ પટાખા, આઓ બના લો ટોલી… આ વખતે #BachchhanPaandey લાવી રહ્યા છીએ.હોલી પે ગોલી !!
ટ્રેલર રિલીઝના થોડા કલાકો પહેલા અક્ષય કુમારે ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું.જેમાં ખિલાડી કુમાર જેકલીન ફર્નાન્ડીઝ સાથે જોવા મળે છે. પોસ્ટરમાં જેકલીન અને અક્ષય રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે.
धूम धड़ाका रंग पटाखा
आओ बना लो टोली…
इस बार #BachchhanPaandey ला रहे हैं
होली पे गोली !! #BachchhanPaandeyTrailer OUT NOW!https://t.co/vwhHa5lwEJ— Akshay Kumar (@akshaykumar) February 18, 2022
આ ફિલ્મમાં અક્ષય કુમાર ગુંડાની ભૂમિકામાં છે.કૃતિ સેનન એક ફિલ્મ નિર્માતા છે જે બચ્ચન પાંડે પર ફિલ્મ બનાવવા માંગે છે.તેથી તે મિત્ર અરશદ વારસીને મદદ માંગે છે.અરશદે તેમને ગુંડા પર ફિલ્મ બનાવવાની મનાઈ કરી. તે કૃતિને કહે છે કે,’રાવણ છે એ જેનું હૃદય અને આંખો બંને પથ્થરમાંથી બનેલા છે. ટ્રેલરમાં અક્ષયના ડાયલોગ ‘મુઝે ભાઈ નહીં ગોડફાધર બોલતે હૈં’એ તેના ખતરનાક લુકને વધુ દમદાર બનાવી દીધો છે.ફિલ્મમાં પંકજ ત્રિપાઠી ગુરુજીના રોલમાં છે. તો જેકલીન ફર્નાન્ડીઝ બચ્ચન પાંડેની પ્રેમિકા સોફીના પાત્રમાં છે.